કેજરીવાલની સભામાં મોદી સમર્થકો પર લાઠીચાર્જ
વારાણસી, 27 એપ્રિલઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલની જનસભામાં હંગામો કરી રહેલા ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થકો પર પોલીસે રવિવારે લાઠીચાર્જ કર્યો. વારાણસીથી ‘આપ' ઉમેદવાર કેજરીવાલે લંકા ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે જનસભા કરી હતી.

લાઠીચાર્જ બાદ ત્યાંની સભા સ્થળ પર ભોગદોડ જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. જિલાધિકારી પ્રાંજલ યાદવે રવિવારે પત્રકારોને જણાવ્યું કે, હંગામો કરનારા લોકો પર હળવો બળ પ્રયોગ કરીને સ્થિતિ પર કાબૂ મેળવવામા આવ્યો. હંગામો કરનારા લોકોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
