મને વિપક્ષના નેતાઓએ ગંભીરતાથી લેવો જોઇએ - વડાપ્રધાન મોદી
PM Narendra Modi on Rahul Gandhi in Parliament Session: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનું વલણ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેટલીક એવી ટિપ્પણીઓ કરી કે, વડાપ્રધાન મોદીએ પણ ઉભા થઈને તેનો જવાબ આપવો પડ્યો હતો. ગૃહમાં આવા પ્રસંગો બે વખત બન્યા હતા.
આ પહેલા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન પોતાની આગવી શૈલીમાં મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની સીટ પરથી ઉભા થઈને ટૂંકી ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધી પર વડાપ્રધાન મોદીના ટોણા પર શાસક પક્ષ હસી પડ્યો - આ દરમિયાન એક પ્રસંગ એવો આવ્યો જ્યારે સત્તાધારી પાર્ટીના સાંસદો વડાપ્રધાન મોદીની ટિપ્પણી પર દિલથી હસી પડ્યા હતા. વાસ્તવમાં વડાપ્રધાન મોદી રાહુલ ગાંધીના આરોપો સામે ઉભા થયા અને સરળ રીતે કહ્યું, લોકશાહી અને બંધારણે મને શીખવ્યું છે કે, મારે વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવું જોઈએ.
#WATCH | PM Modi in Lok Sabha, says, "Democracy and the Constitution have taught me that I need to take the Leader of Opposition seriously." pic.twitter.com/hTjU3mPDPQ
— ANI (@ANI) July 1, 2024
જેઓ પોતાને હિન્દુ કહે છે, તેઓ 24 કલાક હિંસા...દ્વેષ...અસત્ય... - આ પહેલા કોંગ્રેસના પંજાના નિશાન પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જેઓ પોતાને હિન્દુ કહે છે. 24 કલાક હિંસા, હિંસા, દ્વેષ, અસત્ય, અસત્ય છે... હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે, સત્યથી પીછેહઠ ન કરવી જોઈએ, તે આપણું પ્રતીક છે.
જ્યારે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની હિન્દુઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ મોદી, ભાજપ, આરએસએસની વાત કરી રહ્યા છે, સમગ્ર હિન્દુ સમુદાયની નહીં.
વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપવા જઈ રહ્યા છે અને આ વિષય નવો રાજકીય રંગ લે તેવી શક્યતા છે.
#WATCH | After PM Modi objects to his remarks, LoP Lok Sabha, Rahul Gandhi says, " Modi, BJP, RSS not the entire Hindu community." https://t.co/fw7bSSHb9H
— ANI (@ANI) July 1, 2024












Click it and Unblock the Notifications
