લશ્કરનો ખૂંખાર આંતકી અબૂ મૂસાને સેનાએ મોતને ઘાટ ઉતાર્યો

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના બાંદીપુરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળોને ગુરુવારે એક મોટી સફળતા મળી હતી. પોલીસ અને સુરક્ષાબળોએ એક શૂટઆઉટ દરમિયાન લશ્કર એ તૈયબાનો આંતકી કમાન્ડર અબૂ મૂસાને મોતને ઘાટ ઉતાર્યો છે. જે બાદ સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.


terrorist

નોંધનીય છે કે સોમવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સુરક્ષાદળોએ એક શૂટઆઉટ દરમિયાન ત્રણ આતંકીઓને મારી નાંખ્યા હતા. આંતકી હોવાની સૂચના મળ્યા પછી પહેલગામ શહેરની પાસે આવેલા અવૂરામાં નાકાબંધી કરવામાં આવી હતી. અને સર્ચ ઓપરેશન દરમિયાન ફાયરિંગ થતા સુરક્ષાદળોએ વળતા જવાબ આપી ગોળીબારી શરૂ કરી હતી. રાતભર ચાલેલા આ ઓપરેશન બાદ સુરક્ષાદળોને સવાર સુધીમાં આતંકીઓને મારવામાં સફળતા મળી હતી. અને તેમણે આંતકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મેળવ્યા હતા.

English summary
LeT commander Abu Musa was killed in an encounter with police and security forces in Bandipora of Jammu Kashmir.
Please Wait while comments are loading...