For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાડમાં ગઈ મહેસૂલ, ભલે ભૂખ્યા મરી જાય લોકો પરંતુ મધ્ય પ્રદેશમાં લાગુ કરો દારૂબંધીઃ ઉમા ભારતી

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ મધ્ય પ્રદેશમાં દારૂબંધી માટે કમર કસી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ મધ્ય પ્રદેશમાં દારૂબંધી માટે કમર કસી લીધી છે. ગ્લાલિયરમાં મીડિયા સાથે વાત કરીને ઉમા ભારતીએ એક વાર ફરીથી નશામુક્તિ અભિયન ચલાવવાની વાત કરી છે. તેમણે કહ્યુ કે મહેસૂલ ભલે ભાડમાં જાય, લોકો ભલે ભૂખ્યા મરે પરંતુ દારૂબંધી થવી જોઈએ. ઉમા ભારતીએ આગળ કહ્યુ કે જો મારુ ચાલે તો હું આજે જ દારૂબંધી લાગુ કરી દઉ. મે કહ્યુ હતુ કે આ આંદોલન નહિ એક અભિયાન છે. 8 માર્ચે મહિલા દિવસ છે અને એ દિવસે આ અભિયાન શરૂ થશે. તેમણે કહ્યુ કે દારૂબંધીમાં સ્વચેતનાનુ જાગરણ થવુ જોઈએ. હું શિવરાજ અને વીડી શર્મા સાથે સંમત છુ અને તે મારી સાથે સંમત છે.

uma bharti

ઉમા ભારતીએ આગળ કહ્યુ કે રાજ્યમાં દારૂબંધી જ નહિ પરંતુ નશાબંધી પણ હોવી જોઈએ જે જાગરણ અભિયાનથી પણ સારુ છે. સલાહ આપતા ઉમા ભારતીએ કહ્યુ કે સરકારે એ કરવાનુ છે કે નિયમ વિરુદ્ધ દુકાનો ખોલવામાં ન આવે. નિયમોનુ પાલન કરવામાં આવે કારણકે બે નંબરનો દારુ બને છે તે મોટાભાગે ઝેરીલો હોય છે. તે સંપૂર્ણપણે બંધ થાય. ઉમા ભારતીએ કહ્યુ કે લૉકડાઉન દરમિયાન કેટલા મહિના સુધી લોકોએ દારુ ન પીધો તો પણ કોઈ ન મર્યુ. જેવી દુકાનો ખુલી લોકો મરવા લાગ્યા. આનાથી સ્પષ્ટ છે કે દારુ પીવાથી લોકોના જીવ જાય છે.

ઉમા ભારતીએ ત્યાં સુધી કહ્યુ કે મે શિવરાજજીને કહ્યુ છે કે મહેસૂલનો રસ્તો નીકળી જાય એટલે તમે દારૂબંધી અને નશાબંધી તરફ આવો. મને દારુથી એટલી નફરત છે કે મારુ ચાલે તો લોકો ભૂખે મરતા હોય તો મરી જાય, મહેસૂલ ગઈ ભાડમાં, બસ દારૂ બંધ કરો. તેમણે આગળ કહ્યુ કે હું આ અભિયાન જરૂર ચલાવીશ કારણકે આ મારી આસ્થા છે કે દારૂબંધી થાય. રામ મંદિર નિર્માણમાં મારી આસ્થા હતી પરંતુ તેમાં 30 વર્ષ લાગી ગયા પરંતુ દારૂબંધીમાં વધુ સમય નહિ લાગે. તમને જણાવી દઈએ કે ઉમા ભારતી એ માને છે કે દારૂથી મહિલાઓ વધુ પીડિત થાય છે. દારૂ પીને મારપીટ-અત્યાચાર અને જુલમ તેમના પર જ કરવામાં આવે છે.

જામનગરની 28 સીટો પર ભાજપ આગળ, 3 પર બસપા જીતીજામનગરની 28 સીટો પર ભાજપ આગળ, 3 પર બસપા જીતી

English summary
'Let People Die, Revenue Go to Hell, Liquor Should be Banned': Uma Bharti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X