For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોથુ યુદ્ધ થયુ તો તબાહ થઇ જશે પાકિસ્તાનઃ ઉદ્ધવ ઠાકરે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 નવેમ્બરઃ શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જો પાકિસ્તાન યુદ્ધ ઇચ્છે છે તો વધુ એક યુદ્ધ થઇ જવા દો. આ વખતે યુદ્ધ થયું તો પાકિસ્તાન વિશ્વના નક્શામાંથી ગાયબ થઇ તશે, જેનાથી ભારતને સહેલાયથી પાક અધિકૃત કાશ્મીર પર પોતાનો અધિકાર મળશે. તેમણે શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, પહેલા પણ પાકિસ્તાન ત્રણ યુદ્ધોમાં ભારત સામે પછડાટ ખાઇ ચૂક્યું છે અને હવે તેને વધુ એક પછડાટ આપવાનો સમય છે.

uddhav-thackeray-with-son-aditya-thackeray
ઉદ્ધવે પાક પ્રધાનમંત્રીના કાર્યલય દ્વારા જારી કરવામાં આવેલા વ્યક્તવ્યના જવાબમાં આ વાત કહી છે. જેમાં નવાબ શરીફના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિ્સાતન વચ્ચે યુદ્ધ થઇ શકે છે. જો કે બાદમાં પાક પીએમએ આ વાતનું ખંડન કર્યું હતું.

પાક પીએમના નિવેદનને સંજ્ઞાનમાં લેતા ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ કહ્યું હતું કે હું જીવું છું ત્યા સુધી ભારત સામેનું એક પણ યુદ્ધ પાકિસ્તાન જીતી શકે નહીં. ઉદ્ધવે કહ્યું કે પાકિસ્તાન સખત પગલું ભરવામા આવે પછી સમજે તેવો દેશ છે. તેથી જરૂરી છે કે તેની સાથે એ દિશામાં જ વાત કરવામાં આવે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી પોતાના આ નિવેદનથી ફરી ગયા છે, જે મીડિયામાં મોટા સમાચાર બની ગયા હતા. ઉદ્ધવે કહ્યું કે, પાકિસ્તાનને માત્ર યુદ્ધની ભાષા જ આવડે છે. અમારા સૈનિકોના માથા વાઢી નાખનારી પાકિસ્તાની સેનાથી બદલો લેવાનો એકમાત્ર રસ્તો યુદ્ધ છે. તેમમે અંતમાં કહ્યું કે જો ભારત-પાક વચ્ચે ચોથુ યુદ્ધ થયું તો પાકિસ્તાન સંપૂર્ણ પણે નેસ્તનાબૂત થઇ જશે.

English summary
Let there be a fourth war between India and Pakistan to teach them a lesson," Shiv Sena president Uddhav Thackeray said Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X