લશ્કરના પત્રમાં હૈદરાબાદમાં ફરીથી હુમલાની ધમકી
હૈદરાબાદ, 25 ફેબ્રુઆરી: શહેરમાં ભીડભાડવાળા વિસ્તાર દિલસુખ નગરમાં ગુરૂવારે બે બોમ્બ વિસ્ફોટના ત્રણ દિવસ બાદ એક શંકાસ્પદ પત્રમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાએ હુમલાની જવાબદારી લેતાં આવા વધુ હુમલાની ધમકી આપી છે.
ભારતીય જનતા પાર્ટીની આંધ્ર પ્રદેશ એકમના અધ્યક્ષ જી કૃષ્ણ રેડ્ડીને પત્ર મળ્યો હતો જેને લશ્કર-એ-તોઇબાનો માનવામાં આવે છે. પત્રમાં શહેરના એક મોટા વેપારી કેન્દ્ર બેગમ બજારમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં ગુરૂવારના હુમલાની જવાબદારી પણ લીધી છે.

રેડ્ડીએ કહ્યું છે કે અંગ્રેજી અને ઉર્દૂમાં લખેલા આ પત્રને એબિડ્સ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તે પત્રની સત્યતા અંગે તપાસ કરશે અને આ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બેગમ બજારને ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ હુમલા માટે નક્કી કર્યો છે.
આતંકવાદી સંગઠનના એક સભ્યએ ગત વર્ષે દિલ્હી પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પુછપરછ કરતાં આ અંગેનો ખુલાસો થયો છે. દિલસુખનગરમાં આતંકવાદી હુમલા થયા બાદ પોલીસે બેગમ બજારમાં સુરક્ષા વધારી દિધી છે.












Click it and Unblock the Notifications
