For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ટૂંક સમયમાં થઇ શકે છે ચૂંટણી, એલજીએ બોલાવી બેઠક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 નવેમ્બર: દિલ્હીમાં ટૂંક સમયમાં ચૂંટણીનો શંખનાદ થઇ શકે છે. ઉપરાજ્યપાલ નજીબ જંગે બધી પાર્ટીઓને દિલ્હીમાં સરકાર બનાવવાની સંભાવના પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે. બેઠકમાં કોંગ્રેસ, ભાજપ અને આપના સભ્યોને બોલાવવામાં આવ્યા છે. આ પહેલાં કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે એલજી ભાજપને સરકાર બનાવવા માટે બોલાવશે. પરંતુ સર્વદળીય બેઠક બાદ આશા છે કે એલજી દિલ્હીમાં ચૂંટણીની ભલામણ કરી દે.

arvind-kejriwal-with-party-mlas

તમને જણાવી દઇએ કે આ પહેલાં રાષ્ટ્રપતિએ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવા પર લીલીખંડી બતાવી દિધી હતી. ત્યારબાદથી એ કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે એલજી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે. ત્યારબાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપ કોઇપણ પ્રકારની જોડતોડનું રાજકારણ કરશે નહી.

આ પહેલાં આપ નેતા અરવિંદ કેજરીવાલે એલજી પર ભાજપના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે એલજી ભાજપના ઇશારો પર કાર્ય કરી રહ્યાં છે. સાથે જ ટૂંક સમયમાં ચૂંટણી કરાવવા માટે નવા-નવા બહાના બનાવી રહ્યાં છે.

English summary
LG nazeeb jung calls all party meet to discuss the possibilty of formation of government in delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X