દિલ્હી ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહી રહી છે યમુના, નિચલા વિસ્તારોમાં સ્કુલ બંધ, LG એ બોલાવી બેઠક
દેશના દેરક ભાગમાં માનસૂનની વરસાદ જબરદસ્ત તારાજી સર્જી રહી છે. પહાડોથી લઇને મેદાની વિસ્તારોમાં જલ પ્રલય જોઇ શકાય છે. લોકો પાણી ભરાવાની પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહાડો પર ભૂસ્ખલનને લઇને પુલ સડક, ઘર બધુ ધરાશાયી થઇ ગયુ છે. તો બીજી તરફ દેશના રાજધાની દિલ્હીમાં પણ વરસાદી આફત ચાલુ જ છે.

યમુનાના લગાતાર વધતા જલસ્તરથી દિલ્હી વાળાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યમુનના જળસ્તર ખતરાની નિશાનીની અંદાજે 2 મીટર ઉપર વહી રહી છે. બુધવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં યમુના નદીનો જલસ્તર 208.8 મીટર નોધવામાં આવ્યુ હતુ.
વર્ષ 1978 બાદ એવુ પહેલીવાર છે. જ્યારે યમુનાના સ્તરમાં 27.47 ને પાર કરી લીધુ હોય. તો બીજી તરફ યમુનાના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના હથિની કુંડ બેરાજથી લોગાતાર પાણી છોડવામાં આવી રહ્યુ છે.
દિલ્હી સરકારે જણાવ્યુ હતુ કે, યમુનાના જલ સ્તર 208.05 મીટર પાર કરી ચૂક્યુ છે. જે કેન્દ્રીય જળ આયોગના અનુમાન 207.99 મી્ટરથી વધારે છે. વૉટર લેવલ જુના રેલવે પુલ પર રાત્રે 10 વાગ્યે સુધી 208.05 મટીર નોધવામાં આવ્યુ હતુ.
નિચાણવાલા વિસ્તારોમાં વરસાદની ખરાબ પરિસ્થિતિને લીધે શિક્ષણ વિભાગ 13 જુલાઇ સુધી સિવિલ લાઇંસ જોનના નિચલા વિસ્તારોને 10 શાળા, શહાદરા સાઉધ જોનમાં 6 શાળા અને શહાદરા નોર્ધ જોમાં 1 શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
