ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના 9 સલાહકારને હટાવી મૂક્યા, ગૃહ મંત્રાલયે કરી હતી ભલામણ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દિલ્હી સરકાર અને એલજી વચ્ચેનો ટકરાવ થમવાનું નામ નથી લઇ રહ્યો. ફરી એક વખત બંને વચ્ચે ટકરાવ પેદા થયો છે. ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી સરકારના 9 સલાહકારને પદભ્રષ્ટ કરી દીધા છે. જેમાં શિક્ષણ સલાહકાર આતિશી માર્લેના અને મીડિયા સલાહકાર અરુણોદય પ્રકાશનો પણ સમાવેશ થયો છે. ઉપરાજ્યપાલની ઑફિસ તરફથી કહેવામાં આવ્યું કે ગૃહ મંત્રાલયની મંજૂરી વિના જ આ 9 સલાહકારોની નિયુક્તિ કરી દેવામાં આવી હતી.

જે 9 સલાહકારને હટાવવામાં આવ્યા તેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર પણ સામેલ છે. સમાચારો મુજબ, પદ પરથી હટાવવાની ભલામણ કરતાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સલાહકારની પોલ્ટ માટે મંજૂરી નહોતી લેવામાં આવી. ગૃહ મંત્રાલયે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈઝલને ભલામણ કરી હતી. બાદમાં એલજી બૈઝલે તમામ 9 સલાહકારોને હટાવવાનો નિર્ણય લીધો.

કોને-કોને હટાવવામાં આવ્યા

કોને-કોને હટાવવામાં આવ્યા

જે 9 સલાહકારોને હટાવવામાં આવ્યા તેમા આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાઘવ ચડ્ડાનું નામ પણ સામેલ છે. એમણે સીએમના સચિવની સહી વાળી કથિત કૉપી સોશિયલ મીડયા પર પોસ્ટ કરી છે જેમાં જેમાં એમને સલાહકાર બનાવતા પહેલાં મંજૂરી લેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. ચડ્ડા ઉપરાંત અમરદીપ તિવારી, પ્રશાંત સક્સેના, સમીર મલ્હોત્રા, રજત તિવારી, અરુણોદય પ્રકાશ, બ્રિગેડિયર દિનકર અદીપ, રામ શંકર ઝા અને આતિશી મરલેનાને હટાવવામાં આવ્યા છે.

સિસ્ટમ પર રોક લગાવવા માટેની ભલામણ

સિસ્ટમ પર રોક લગાવવા માટેની ભલામણ

આની પહેલાં ઉપરાજ્યપાલ અનિલ બૈઝલે ઇ-પીઓએસ સિસ્ટમ પર રોક લીધો હતો. ઓટીપી દ્વારા રાશનના વેચાણમાં ગડબડી થતી હોવાનું માલુમ પડતાં સીએમ અરવિંદ કેજરીવાલે ઇ-પીઓએસ સિસ્ટમ પર રોક લગાવવા માટેની ભલામણ કરી હતી. ઉપ રાજ્યપાલે તપાસ એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા આ મામલાની તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે બૈઝલે એમ પણ કહ્યું છે કે પહેલા લેવલ પર જ દગાબાજી કે કૌભાંડ જેવી માહિતી મેળવવામાં સક્ષમ હોય તેવી ટેક્નિક અપનાવવી જોઇએ.

ખોટી રીતે અનાજ કરિયાણાની ચોરી

ખોટી રીતે અનાજ કરિયાણાની ચોરી

મુખ્યમંત્રી અને ફૂટ એન્ડ સપ્લાય મિનિસ્ટરે ઇ-પીઓએસ સિસ્ટમમાં ઓટીપી દ્વારા ખોટી રીતે અનાજ કરિયાણાની ચોરી થતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જલદી તપાસ થઇ શકે અને તમામ આરોપીઓને સજા આપી શકાય તે માટે ઉપ રાજ્યપાલે સમગ્ર મામલાને એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)માં મોકલી દીધો છે. સાથે જ ઉપરાજ્યપાલ ઑફિસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોર-સ્ટેપ ડિલિવરી ઑફ સર્વિસિઝનો પ્રસ્તાવ એમણે ક્યારેય રદ્દ નથી કર્યો.

દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તાલમેલ

દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તાલમેલ

ઉલ્લેખનીય છે કે દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તાલમેલ પહેલેથી જ ઠીક નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અગાઉ પણ કેટલીય વખત દિલ્હીના ઉપરાજ્યપાલ પર કેન્દ્ર સરકારના ઑર્ડર પર કામ કરતા હોવાનો આરોપ લગાવતા રહ્યા છે.

English summary
LG removed 9 advisors of delhi govt.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.