યૂપી અને બિહારમાં વિજળી પડતાં 40 લોકોના મોત

ઔરાંગાબાદ જિલ્લાના રફીગંજ પ્રખંડના પારસગિહા ગામમાં બે લોકોનું મોત ત્યારે થયું હતું જ્યારે તે ઘાસચારો લેવા માટે જઇ રહ્યાં હતા. પ્રખંડના રાજા બિગહા મોલ્લામાં સુભાષ સોની અને શિલ્પા કુમારીનું વિજળી પડતાં મોત નિપજ્યું હતું. હસપુરા, દાઉદનગર, સલૈયા અને મદનપુર પોલીસમથક વિસ્તારમાં વિજળી પડતાં એક-એક મોત નિપજ્યાં છે.
રફીગંજમાં સિહુલી ખૈરા ગામમાં 12 લોકો વિજળી પડતાં દાઝી ગયાં હતા જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ પ્રકારે રોહતાસ જિલ્લાના તિલૌથુ અને નોખા પોલીસ મથક વિસ્તારમાં ચાર લોકોના જ્યારે સુપૌલ જિલ્લાના બસુતપુર પ્રખંડ લાલપુર ગામમાં બે લોકોના મોત આકાશી વિજળી પડતાં થયાં છે. નાલંદા જિલ્લાના કરાય પરશુરાય પોલીસમથક વિસ્તારમાં બે લોકોના જ્યારે નગરનૌસા અને હીનૌત પોલીસમથક વિસ્તારમાં એક-એક વ્યક્તિનું મોત વિજળી પડતાં થયું હતું.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં આકાશી વિજળી પડવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે અને ઓછામાં ઓછા અન્ય 12 લોકોને ઇજા પહોંચી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. મંગળવારે સ્થાનિક વિસ્તારમાં તેજ આંધી અને વરસાદ વક્ચે વિજળી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ગોરખપુર જિલ્લામાં સંત કબીરનગર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા સહિત પાંચ લોકો વિજળીની ચપેટમાં આવી જતાં મોતને ભેટ્યાં હતા. સિદ્ધાર્થનગરમાં 3, બસ્તીમાં 1 અને ચમ્પરિયાગંજમાં 4 લોકોના મોત નિપજ્યાં છે.












Click it and Unblock the Notifications
