Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

list of CWC : કોંગ્રેસની ટોચની પેનલમાં સચિન પાયલોટ અને શશિ થરૂર મળ્યું સ્થાન, જાણો સંપૂર્ણ યાદી

list of CWC : કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે દ્વારા પુનઃરચના કરવામાં આવેલી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) યાદીમાં પાર્ટીના નેતાઓ સચિન પાયલટ, શશિ થરૂર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, આનંદ શર્મા નવા સભ્યોમાં સામેલ છે.

CWCના સભ્યોની યાદીમાં પક્ષના વડા ખરગે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, ડૉ. મનમોહન સિંહ, એકે એન્ટોની, દિગ્વિજય સિંહ, અંબિકા સોની અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.

list of CWC

જ્યારે પેનલમાં 39 સામાન્ય સભ્યોનો સમાવેશ થાય છે, તેમાં 32 કાયમી આમંત્રિતો છે, જેમાં રાજ્યના કેટલાક પ્રભારીઓ અને 13 વિશેષ આમંત્રિતોનો સમાવેશ થાય છે. આ યાદીમાં યુથ કોંગ્રેસ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખો પણ હોદ્દેદારો તરીકે સામેલ છે.

CWC સભ્યોની સંપૂર્ણ યાદી

  1. મલ્લિકાર્જૂન ખરગે
  2. સોનિયા ગાંધી
  3. ડૉ. મનમોહન સિંહ
  4. રાહુલ ગાંધી
  5. અધીર રંજન ચૌધરી
  6. એ કે એન્ટોની
  7. અંબિકા સોની
  8. મીરા કુમાર
  9. દિગ્વિજય સિંહ
  10. થિરુ પી ચિદમ્બરમ
  11. તારિક અનવર
  12. લાલ થનહાવાલા
  13. મુકુલ વાસનિક
  14. આનંદ શર્મા
  15. અશોકરાવ ચવ્હાણ
  16. અજય માકન
  17. ચરણજીત સિંહ ચન્ની
  18. પ્રિયંકા ગાંધી વાડ્રા
  19. કુમારી સેલજા
  20. ગાયખાંગમ
  21. એન રઘુવીરા રેડ્ડી
  22. શશિ થરૂર
  23. તામ્રધ્વજ સાહુ
  24. અભિષેક મનુ સિંઘવી
  25. સલમાન ખુર્શીદ
  26. જયરામ રમેશ
  27. જિતેન્દ્ર સિંહ
  28. રણદીપ સિંહ સુરજેવાલા
  29. સચિન પાયલટ
  30. દિપક બાબરીયા

અત્રે ઉલ્લેખનીય છે કે, વીરપ્પા મોઈલી અને મનીષ તિવારીએ પણ કાયમી આમંત્રિતોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

આ સૂચિ જાહેર થયા બાદ શશિ થરૂર અને પવન ખેરાએ ટોચની પેનલનો ભાગ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમને સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરી છે.

પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખરગેએ નવા પ્રમુખ તરીકે પદ સંભાળ્યાના લગભગ 10 મહિના બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC), પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા રવિવારના રોજ જાહેર કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X