ગોપીનાથ મુંડે પહેલા પણ આ નેતાઓ થઇ ચૂક્યા છે દુર્ઘટનાઓનો શિકાર
નવી દિલ્હી, 4 જૂનઃ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની ગઇકાલે સવારે દિલ્હીમાં એક દુર્ઘટનામાં મોત થઇ ગઇ. સવારે મુંબઇ જતી વખતે તેમની કારને મોતીબાગ પાસે અકસ્માત નડ્યો હતો. તેમને તુરંત એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમના નિધનના સમાચારે તેમના પરિવાર અને ભાજપ સહિત તમામ રાજકીય દળોને શોકમાં ડુબાડી દીધા છે.
આજે તેમના પાર્થિવ શરીરને તેમના પૈતૃક ગામ પરલીમાં લઇ જવામાં આવી રહ્યો છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન સહિત અને રાજકીય હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. ભારતમાં આ કોઇ પહેલી ઘટના નથી કે જ્યારે રસ્તા પર રફ્તારથી દોડી રહેલી ગાડીઓ અને આકાશમાં ઉડી રહેલા વિમાનોએ રાજકીય પટલની અનેક મહત્વપૂર્ણ કડીઓને પોતાની ઝપેટમાં લીધા હોય. તો ચાલો આજે એ દુર્ઘટનાઓ પર નજર ફેરવીએ જેમાં આપણે દેશના મહાન નેતાઓને ગુમાવી દીધા.

સંજય ગાંધી
23 જાન્યુઆરી 1980ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દિલ્હી ફ્લાઇંગ ક્લબના નવા વિમાનમાં ઉડી રહ્યાં હતા. કલાબાજી દરમિયાન સફદરજંગ એરપોર્ટ પાસે તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું, જેમા તેમનું નિધન થયું હતું.

માધવરાવ સિંધિયા
વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ હવાઇ દુર્ઘટનામાં નિધન થયું. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેઓ યુપીના કાનપુરમાં રેલીને સંબોધિત કરવા જઇ રહ્યાં હતા.

જીએમસી બાલયોગી
લોકસભા અધ્યક્ષ અને ટીડીપી નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ 2002માં હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. બાલયોગીનું નિધન એ સમયે થયું જ્યારે તેમનું અંગત હેલીકોપ્ટર આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના કોવ્વાડલનકા ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું.

ઓપી જિંદલ અને સુરેન્દ્ર સિંહ
31 માર્ચ 2005ના રોજ હેલીકોપ્ટર દુર્ઘટનામાં હરિયાણાના તત્કાલિન ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું નિધન થયું હતું. ટેક્નિકલ ખરાબીના કારણે હેલીકોપ્ટર યુપીમાં સહારનપુર પાસે ક્રેશ થઇ ગયું.

વાઇ એસ રાજશેખર રેડ્ડી
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ રાજશેખર રેડ્ડીનું નિધન એ સમયે થયું જ્યારે બેલ 430 હેલીકોપ્ટર ગાઢ જંગલમાં ક્રેશ થઇ ગયું. દુર્ઘટના 3 સપ્ટેમ્બર 2009ની છે. રેડ્ડી ચિત્તુર જિલ્લાના એક ગામમાં જઇ રહ્યાં હતા.

જ્ઞાની જૈલ સિંહ
25 ડિસેમ્બર 1994એ ભારતના સાતમા રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહનું નિધન થયું. તે 29 નવેમ્બર 1994ના રોજ એક માર્ગ અકસ્માતનો શિકાર થયો હતો. આ દુર્ઘટના આનંદપુર સાહિબ જતી વખતે થઇ.

સાહિબ સિંહ વર્મા
30 જૂન 2007એ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માનું માર્ગ અકસ્માતમાં નિધન થયું. જયપુર- દિલ્હી હાઇવે પર શાહજહાંપુરમાં તેમની ટાટા સફારીનો અકસ્માત ટ્રક સાથે થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.

રાજેશ પાયલોટ
11 જૂન 2000ના રોજ રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજેશ પાયલોટનું નિધન થયું. માર્ગ અકસ્માત તેમના સંસદીય ક્ષેત્ર દૌસાથી ભંડાનામાં થયું હતું. 57 વર્ષીય પાયલોટ ડ્રાઇવર સીટ પર બેઠાં હતા.

દોરજી ખાંડુ
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનુ 30 એપ્રિલ 2011એ હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું. ખાંડુ અને ચાર અન્ય લોકોને તવાંગથી ઇટાનગર લઇ જઇ રહેલું હેલીકોપ્ટર ગાઢ જંગલ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું.