Live: 6ઠ્ઠાં તબક્કા માટે 12 રાજ્યોની 117 બેઠકો પર મતદાન

Google Oneindia Gujarati News

બેંગ્લોર, 24 એપ્રિલઃ લોકસભા ચૂંટણી માટે છટ્ઠાં તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. આજે 12 રાજ્યોની 117 બેઠકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. મતદારો 244 ઉમેદવારોના ભવિષ્યને ઇવીએમમાં કેદ કરશે. લોકસભા ક્ષેત્રોમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે.

12.30 pm: તમિળનાડુમાં 20 ટકા, આસામમાં 17 ટકા મતદાન.

12.00 pm: બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર, જ્હોન અબ્રાહમ, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, મોડલ મિલિંદ સોમણ, રાખી સાંવતે મતદાન કર્યું. મનસે પ્રમુખ રાજ ઠાકરે, અલાગિરીએ કર્યું મતદાન. એચડીએફસીના ચેરમેન દીપક પારેખનું નામ મતદાર યાદીમાંથી ગાયબ.

11.32 am: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના જન્મ દિવસે આપ્યું મતદાન. લોકોને મતદાન કરવા કરી અપીલ.

11.15 am: નાણામંત્રી પી ચિદમબરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમબરમે કર્યું મતદાન. આપ નેતા મેધા પાટકરે આપ્યો મત. મથુરામાં વોટર ટર્ન આઉટમાં 13 ટકા, રાજસ્થાનના સવાઇ માધોપુરમાં 14.2 ટકા મતદાન

11.00 am: સાઉથ મુંબઇથી કોંગ્રેસ સાંસદ અને ઉમેદવાર મિલિંદ દેવરાએ આપ્યો મત, મુંબઇ નોર્થ સેન્ટ્રલથી ભાજપ ઉમેદવાર પુનમ મહાજન અને તેમના ભાઇ રાહુલ મહાજને કર્યું મતદાન. અભિનેતા ફરહાન અખ્તર, ગાયિકા શ્રેયા ઘોષાલ અને કોંગ્રેસના સાંસદ પ્રિયા દત્તે કર્યું મતદાન.

9:48am: તમિળનાડુના મુખ્યમંત્રી જયલિલતાએ આપ્યો મત, કનિમોઝી, યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ, અભિનેતા કમલ હસને કર્યું મતદાન.

9:00 am: આમ આદમીના મયંક ગાંધીએ કર્યું મતદાન. અભિનેત્રી વિદ્યા બાલન, અભિનતા આમિર ખાન, રાહુલ બોસે મુંબઇમાં મતદાન કર્યું. તમિળ સુપર સ્ટાર રજનીકાંતે મતદાન કર્યું છે.

phase6-polling
8:00am: કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની એકમાત્ર લોકસભા બેઠક માટે સવારથી મતદાન શરૂ થઇ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે અહી 30 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે.

7: 30 am: રાજસ્થાનના દૌસામાં 90 વર્ષના વડીલે પોતનો મત આપ્યો.

7am: પોલિંગ બુથ પર વૃદ્ધો પણ મત આપવા લાઇનમાં લાગ્યા. અનેરો ઉત્સાહ.

6:00 am: યુવાઓમાં મતદાનને લઇને અનોખો ઉત્સાહ. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત.

આજે જે બેઠકોમાં પર મતદાન થઇ રહ્યું છે, તેમાં આસામની 6, બિહારની 7, છત્તીસગઢની 7, જમ્મુ-કાશ્મીરની એક અને ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 10, મુંબઇની 6 સહિત મહારાષ્ટ્રની 19, પોંડેચરીની 1, રાજસ્થાનની 5, તમિળનાડુની 39, યુપીની 12 અને પશ્ચિમ બંગાળની છ બેઠકો સામેલ છે.

English summary
The country is gearing up for the sixth phase of the general elections set to be held on Today. 117 constituencies spread across 12 states will go to polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X