ગરીબોના દુખ-દર્દ પર એસિડ રેડવાનું કામ કરે છે યુપીએ: મોદી
ગાંધીનગર, 7 સપ્ટેમ્બર: ભાજપને લોકસભાની ચુંટણી બાદ કેન્દ્રની સત્તા પર કબજો મેળવવા માટે તનતોડ મહેનત કરવામાં જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના બિનજાહેર વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હવે લાલ કિલ્લા પરથી લોકોને સંબોધન શરૂ કરી દિધું છે, પરંતુ લાલ કિલ્લો દેશની રાજધાની દિલ્હીનો નથી પરંતુ છત્તીસગઢના અંબિકાપુરનો છે.
5:16 PM Upadate
નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પાર્ટી પર ફરી એકવાર હુમલો કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેલંગાણા બનાવીને કોંગ્રેસને ભાઇચારમાં આગ લગાવી દિધી છે. કોંગ્રેસને નિશાના પર લેતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે દેશને ફક્ત સમાસ્યાઓ જ આપી છે. પ્રજાનું દર્દ જોયું નથી. તેમને કહ્યું હતું કે છત્તીસગઢ શાસનનું ઉત્તમ મોડલ છે. આ રાજ્ય દિલ્હીના ભરોસે નથી. રમણ સિંહે વિકાસ કર્યો છે. દેશમાં સંકટનો સમય આવે છે પરંતુ નેતૃત્વથી દેશને વિશ્વાસ મળવો જોઇએ પરંતુ કોંગ્રેસ લોકોમાં વિશ્વાસ પેદા કરી શકી નથી.
નરેન્દ્ર મોદીએ રમણ સિંહની તુલના વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કરી હતી. તેમને વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે 'મનમોહન સિંહે રૂપિયો ડૂબાડી દિધો છે. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર સંવેદનહીન અને માનવતાહીન હોવાના આરોપો લગાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલીને સંબોધિત કરવા માટે લાલકિલ્લા જેવો હૂબહૂ મંડપ બનાવવામાં આવ્યો હતો. આ અત્યાર સુધીની પ્રથમ તક છે કે જ્યારે વડાપ્રધાનપદના દાવેદારનું ભાષણ લાલકિલ્લાના મોડલ પરથી આપવામાં આવ્યું હોય. જો કે રાજ્યના મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહની લગભગ 6 હજાર કિલોમીટરની 81 વિધાનસભા ક્ષેત્રોથી પસાર થનારી વિકાસયાત્રા શનિવારે અહીં સમાપ્ત થઇ હતી.
4:57 PM Update
આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઇ વ્યક્તિ યાત્રા કરીને આવે છે અને જો તમે તેની યાત્રાને જ્યારે નમન કરો છો તો તેનું અડધું પુણ્ય તમને મળે છે. આ મારું સૌભાગ્ય છે કે છ હજાર કિલોમીટર લાંબી યાત્રા કરીને સમગ્ર દેવતાના ચરણસ્પર્શ કરીને સરગુજા પહોંચેલા યાત્રી રમણ સિંહને નમન કરવાનો અવસર મળ્યો છે.
જ્યારે જ્યારે છત્તીસગઢ વિશે વિચારું છું તો વાજપાઇજીના મહાન નિર્ણયનો નમન કરવાનું મન થાય છે. સંયુક્ત મધ્યપ્રદેશમાં પણ કામ કર્યું. અલગ છત્તીસગઢમાં પણ સંગઠનના રૂપમાં પણ કામ કર્યું. ભાજપની કાર્ય સંસ્કૃતિ શું છેમ નિર્ણય પ્રક્રિયા શું છે, શાસન ચલાવવાની રીતભાત શું છે, તેનું ઉત્તમ ઉદાહરણ જોવાનું છે.
તો છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડની રચના જુઓ. બીજી તરફ કોંગ્રેસે તેલંગાણા જે પ્રમાણે બનાવ્યું કે આગ લાગી ગઇ. જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ તથા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ તથા ઝારખંડ અને બિહારના રાજ્યોના ભાગલા પડ્યા તો લોકો ખુશ હતા પરંતુ તેલંગાણા બન્યું તો કર્ફ્યું લગાવવો પડ્યો. આ કોંગ્રેસી કાર્યશૈલીનો નમૂનો છે.
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં છત્તીસગઢની ધરતીને નમન કર્યા હતા. અને કહ્યું હતું કે હું સરગુજા ઘણીવાર આવ્યો છું. અંબિકાપુરમાં પણ નાની મીટિંગોથી માંડીને મોટી જનસભાઓ કરવાનો પણ મને અવસર મળ્યો છે. પરંતુ આજે મારે સ્વિકારવું પડશે કે હું સરગુજાની ભૂમિ પર એવી જનમેદની જોવા મળી છે કે આવું દ્રશ્ય મેં કયારેય જોયું નથી અને આ દ્રશ્ય જોઇને મને લાગે છે કે સરગુજાએ છત્તીસગઢનું માથું ઉંચું કરી દિધું છે.
<center><center><center><center><center><iframe width="640" height="360" src="http://www.youtube.com/embed/mU11RJmXhYc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center>