For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં પણ મને હરિયાણાની યાદ આવતી હતી: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કરનાલ, 4 ઓક્ટૉબર: હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર જોર પકડવા જઇ રહ્યો છે. સમાચાર અનુસાર આજથી આ પ્રચારમાં નરેન્દ્ર મોદી જોડાવવા જઇ રહ્યાં છે. તે ભાજપ દ્વારા આયોજિત રેલીઓને સંબોધિત કરશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 4 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર અને હરિયાણામાં તાબડતોડ રેલીઓ કરશે. મોટાભાગે બપોરના સમયે નરેન્દ્ર મોદી હરિયાણામાં રેલીઓ કરશે જ્યારે સાંજે મહારાષ્ટ્રમાં તેમની રેલીઓ અને જનસભાઓ માટે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

મોદીના સ્ટેન્ડબાઇ પ્લેનમાંથી મળ્યો ડિફ્યૂજ ગ્રેનેડમોદીના સ્ટેન્ડબાઇ પ્લેનમાંથી મળ્યો ડિફ્યૂજ ગ્રેનેડ

તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હરિયાણામાં રેલીઓ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે મળેલી આકરી હાર બાદ સોનિયા ગાંધી હરિયાણામાં કોંગ્રેસ ઉમેદવારોના આત્મવિશ્વાસ વધારવા પહોચશે.

હરિયાણાના કરનાલની રેલીમાં મોદીએ શું કહ્યું વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન

હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં નરેન્દ્ર મોદીએ આજે ભાજપના ઉમેદવારનો આત્મવિશ્વાસ વધારવા માટે કરનાલ પહોંચ્યા. અહી તેમણે એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન ચાલી રહ્યું છે.

શરૂઆત દાનવીર કર્ણની ભૂમિથી

શરૂઆત દાનવીર કર્ણની ભૂમિથી

ગઇકાલે હું વિજયા દશમીનો તહેવાર ઉજવીને તમારી પાસે આવ્યો છું. હું તેની શરૂઆત દાનવીર કર્ણની ભૂમિથી કરી રહ્યો છું. પરંતુ તેનાથી મોટી વાત એ છે કે જ્યારે હું અહીં આવું છું તો લાગે છે કે હું મારા ઘરે આવ્યો છું.

આ ચૂંટણી તમારા ભાગ્યનો ફેંસલો કરશે

આ ચૂંટણી તમારા ભાગ્યનો ફેંસલો કરશે

તેમણે કહ્યું કે આ ચૂંટણી તમારા ભાગ્યનો ફેંસલો કરશે. જો તમે તમારા પ્રદેશનો વિકાસ કરવા માંગો છો તો અહીં કમલ ખિલવવું પડશે. કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે જે લોકો 60 વર્ષ સુધી કંઇ કરી શક્યા નથી તે મારી પાસે 60 દિવસનો હિસાબ માંગે છે.

કૈલાશની યાત્રા માટે માર્ગ ખોલાવ્યો

કૈલાશની યાત્રા માટે માર્ગ ખોલાવ્યો

જે કામ તેમણે 60 વર્ષમાં કર્યું નથી તે અમે આટલા ઓછા સમયમાં કર્યું છે. અમે ચીનને સમજાવીને કૈલાશની યાત્રા માટે માર્ગ ખોલાવ્યો. હવે તમે બાય રોડ ત્યાં જઇ શકો છો.

ચૂંટણી માટે જુઠ્ઠું બોલવું જરૂરી છે શું?

ચૂંટણી માટે જુઠ્ઠું બોલવું જરૂરી છે શું?

તેમણે કહ્યું કે ચૂંટણી માટે જુઠ્ઠું બોલવું જરૂરી છે શું? તે જુઠ્ઠું બોલે છે કે બાસમતી ચોખા વિદેશ મોકલવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. તે ખેડૂતોને જુઠ્ઠું બોલીને વોટનો જુગાડ કરવામાં લાગ્યા છે. અહીંની સરકાર ખેડૂતોને વિજળી આપવામાં સક્ષમ નથી. તે શરમજનક છે.

મોદીના કારણે દેશનું માન વધ્યું નથી

મોદીના કારણે દેશનું માન વધ્યું નથી

દુનિયામાં મોદીના કારણે દેશનું માન વધ્યું નથી. આ માન તમારા કારણે વધ્યું છે. તમે એક સ્થિર સરકાર ચૂંટીને મોકલી. તેનું પરિણામ છે કે દેશનું સન્માન વધ્યું છે.

મને હરિયાણાના વિકાસની તક આપો

મને હરિયાણાના વિકાસની તક આપો

તેમણે કહ્યું કે જો તમે ઇચ્છો છો કે હરિયાણાનો વિકાસ થાય તો અહીં પણ એક સ્થિર સરકાર બનવી જરૂરી છે. તેના માટે કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવાની જરૂરિયાત છે. અહીં મોદીને કામ કરવા દેનાર સરકાર બનવી જોઇએ. મને હરિયાણાના વિકાસની તક આપો.

અમેરિકામાં હરિયાણાની યાદ

અમેરિકામાં હરિયાણાની યાદ

તેમણે કહ્યું કે મને અમેરિકામાં પણ હરિયાણાની યાદ આવી રહી હતી. અહીં એક કેંસર હોસ્પિટલ ખોલવી છે જેમાં અમેરિકા મદદ કરશે. હું સરકાર બનાવ્યા પછી ગરીબો માટે ખાતા ખોલાવવાનું કામ કર્યું. જેમણે ગઇકાલ સુધી બેંકનું મોઢું જોયું ન હતું તે આજે જઇને કહે છે મારે મોદી ખાતું ખોલાવવું છે.

English summary
Prime Minister Narendra Modi is likely to lead his party the BJP's campaign in Maharashtra and Haryana, the two states where assembly polls will be held this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X