Live: વાયનાડમાં નામાંકન બાદ રાહુલ ગાંધીનો રોડ શો

Live: વાયનાડમાં નામાંકન બાદ રાહુલ ગાંધીનો રોડ શો

લોકસભા ચૂંટણી દરમિયાન મિશન દક્ષિણને સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ આજે પોતાનું નામાંકન દાખલ કરશે, તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહી શકે છે. રાહુલ ગાંધી આ વખતે બે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, કેરળની વાયનાડ અને યૂપીની અમેઠીથી. કોંગ્રેસની તૈયારી આ નામાંકનને મેગા શો બનાવવાની છે.

rahul gandhi

Apr 04, 2019, 4:37 pm IST

ભાજપનું એક પ્રતિનિધિમંડળ આજે ઓરિસ્સાના મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પાઢીને મળ્યું અને ડૉ. બુધન મુર્મૂના રાજીનામાને સ્વીકારવાની માંગ કરી. તેઓ મયૂરભંજમાં એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કામ કરી રહ્યા હતા.
Apr 04, 2019, 4:36 pm IST

રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ કર્યો પ્રહાર- રાહુલ ગાંધીએ આજ સુધી કોઈનો સાથ નિભાવ્યો? મહાગઠબંધને તેમનો સાથ છોડી દીધો, મમતા બેનરજી એમના ભાવ નથી પૂછતા, આજે લેફ્ટની પીઠ પર ચાકુ ભોંકી દીધી, રાહુલ ગાંધી ન પોતાના થયા કે બીજાના.
Apr 04, 2019, 2:47 pm IST

રાહુલ ગાંધીના રોડ શોમાં બેરિકેડ ટૂટતાં એએનઆઈના રિપોર્ટર સહિત ત્રણ પત્રકારોને સામાન્ય ઈજા
Apr 04, 2019, 2:46 pm IST

ગિરિરાજ બોલ્યા- અમારી લડાઈ દેશ તોડનાર વિરુદ્ધ, આ વિચારધારાની લડાઈ છે.
Apr 04, 2019, 2:45 pm IST

હું સમજું છું કે સીપીએમના મારા ભાઈ અને બહેન હવે મારી વિરુદ્ધ બોલશે અને મારા પર પ્રહાર કરશે, પરંતુ હું મારાં આખાં અભિયાનમાં સીપીએમ વિરુદ્ધ એક શબ્દ પણ નહિં બોલું- રાહુલ ગાંધી
Apr 04, 2019, 12:59 pm IST

નિષાદ પાર્ટી નેતા અને ગોરખપુરના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં સામેલ, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપશે નિષાદ પાર્ટી.
Apr 04, 2019, 12:46 pm IST

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકની ગુલબર્ગા લોકસભા સીટથી નામાંકન દાખલ કર્યું.
Apr 04, 2019, 12:41 pm IST

અભિનેતા રાજપાલ યાદવ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતના આવાસ પર પહોંચ્યા.
Apr 04, 2019, 12:41 pm IST

વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી, કેરળ કોંગ્રેસના કેટલાય નેતા હાજર. પ્રિયંકા ગાંધી પણ સાથે.
Apr 04, 2019, 10:33 am IST

કરેળ પહોંચતા રાહુલ ગાંધીના કાર્યકર્તાઓએ કર્યું જબરદસ્ત સ્વાગત. થોડા સમયમાં જ તેઓ પોતાનું નામાંકન કરશે.
Apr 04, 2019, 10:28 am IST

રાહુલ સવારે 10.30 વાગ્યે વાયનાડ પહોંચ્યા, જે બાદ તેઓ સીધું નામાંકન દાખલ કરશે. નામાંકન બાદ જ રાહલ ગાંધીનો રોડ શોનો કાર્યક્રમ છે.
Apr 04, 2019, 10:28 am IST

કોંગ્રેસ રાહુલ ગાંધીના નામાંકનને મોટા સ્તર પર રજૂ કરવાની કોશિશમાં છે, આ કારણે જ દક્ષિણ કોંગ્રેસના મોટા નેતા આજે અહીં હાજર રહેશે. જેમાં કેસી વેણુગોપાલ, એમ. રામચંદ્રન, કે. કુનહલિકુટ્ટી સહિત મોટા દિગ્ગજો સામેલ થશે.
Apr 04, 2019, 10:03 am IST

સવારે નામાંકન દાખલ કર્યા બાદ રાહુલ ગાંધી અહીં રોડ શો પણ કરશે. જો કે હજુ સુધી રોડ શોની મંજૂરી મળી નથી, સુરક્ષા કારણોસર મંજૂરી નથી મળી.
Apr 04, 2019, 10:03 am IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેળના વાયનાડમાં પોતાનું નામાંકન દાખલ કરશે. રાહુલ ગાંધીની સાથે તેમના બહેન અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હશે.
Apr 04, 2019, 10:01 am IST

કોંગ્રેસની તૈયારી આ નામાંકનને મેગા રોડ શો બનાવવાની છે.
Apr 04, 2019, 10:01 am IST

આજે કોંગ્રેસ અધ્યક્ષ પોતાનું નામાંકન દાખલ કરશે, તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રહી શકે છે. રાહુલ ગાંધી આ વખતે બે સીટથી ચૂંટણી લડી રહ્યા છે, કેરળની વાયડાડ અને યૂપીની અમેઠી.
Apr 04, 2019, 10:00 am IST

લોકસભા ચૂંટણી દરમિયાન મિશન દક્ષિણને સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X