અડવાણીએ કર્યા મોદીના ગુણગાન, લોકોને સુખદ આશ્ચર્ય!
નવી દિલ્હી, 19 ઑગસ્ટ : ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીની એક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે બે-ત્રણ દિવસ પહેલા જ તેમણે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીની ટીકા કરવા પર મોદી પર પ્રહાર કર્યો હતો.
ભાજપા ચૂંટણી પ્રચાર સમિતિ, પ્રદેશ પાર્ટી અધ્યક્ષો, મહાસચિવોની બેઠકમાં સમાપન ભાષણ આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણીએ બુથ સ્તર પર પાર્ટીને મજબૂત કરવાની જરૂરિયાતને બળ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીની ભારે પ્રશંસા કરી.
અડવાણીએ મોદીના એ વાતને લઇને પણ વખાણ કરવામાં આવ્યા કે તેમણે પહેલા જ ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધું અને કિશોર તથા પહેલી વાર મતદાતા બનવા જઇ રહેલા લોકોને ચૂંટણીપંચમાં મતદાતા તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું આહ્વાન પણ કર્યું છે.

સામાન્ય રીતે અડવાણીએ વિપક્ષની નેતા સુષમા સ્વરાજ અને તેમના સમકક્ષ અરૂણ જેટલી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના પણ વખાણ કર્યા, પરંતુ મોદી માટેના વખાણ સાંભળીને ઘણા લોકોને સુખદ આશ્ચર્ય થયું.
મોદીને પાર્ટીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે આ વર્ષની શરૂઆતમાં રાજીનામું આપી દેનાર અડવાણીએ ત્રણ દિવસ પહેલા મોદીની જાટકણી કાઢી હતી. પોતાના ભાષણમાં અડવાણીએ જણાવ્યું કે ભાજપ રેકોર્ડતોડ જીત મેળવશે.












Click it and Unblock the Notifications
