For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલની નિતીઓનો જવાહરલાલ નહેરુએ વિરોધ કર્યો હતો: અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 નવેમ્બર: દેશના ભાગલાના સમયે હૈદ્વાબાદને ભારતમાં ભેળવવા માટે ત્યાં સેનાને મોકલવાથી માંડીને જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે કથિત મતભેદ વિશે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આજે એક અન્ય પુસ્તકનો હવાલો આપ્યો હતો.

લાલકૃષ્ણ અડવાણીએ જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે ઉપરોક્ત મુદ્દે મતભેદ દર્શાવવા બદલ પોતાના બ્લોગના નવા પોસ્ટીંગમાં એક પત્રકાર બલરાજ કૃષ્ણાના પુસ્તક 'ઇન્ડિયાઝ બિસ્માર્ક: સરદાર વલ્લભાઇ પટેલ'નો ઉલ્લેખક કર્યો છે.

તેમને આ પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં પોલીસ એક્શન માટે કેબિનેટની પરવાનગી જરૂરી હોય છે. તેમાં જવાહરલાલ નહેરુની અનિચ્છાને પાર પાડવા માટે સરદાર પટેલને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતાવાળી રક્ષા સમિતિની એક બેઠકમાં એટલી બધી ચડસાચડસી થઇ ગઇ કે સરદાર પટેલ ત્યાંથી ઉભા થઇને જતા રહ્યાં. આગળ તેમને કહ્યું હતું કે તત્કાલીન ગૃહ સચિવ વીપી મેનને પછી રોટરી બેઠકમાં જણાવ્યું હતું કે તેમને ગૃહમંત્રી (સરદાર પટેલ)ની ખુરશી ખાલે જોઇ તો પાંચ મિનિટ બાદ કેબિનેટની બેઠકમાંથી જતા રહ્યાં.

પુસ્તકના હવાલેથી લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આ વાતને જવાહરલાલ નેહરુના આત્મતુષ્ટ મુડને હવાલીને રાખી દિધો હતો અને તેમને પોતાના વિરોધને હળવો કર્યો. પછી ગર્વનર જનરલ (રાજાગોપાલાચારી), વડાપ્રધાન, ગૃહમંત્રી અને મેનનની હાજરીમાં થયેલી બેઠકમાં હૈદ્વાબાદ સેના મોકલવાનો નિર્ણય થયો.

jawahar-sardar

લાલકૃષ્ણ અડવાણીએ તાજેતરમાં જ 1947 બેંચના આઇએએસ અધિકારી એમ.કે.નાયરના પુસ્તકના હવાલેથી આમ કહીને વિવાદ ઉભો કરી દિધો કે કેબિનેટની એક બેઠકમાં સરદાર પટેલના કહેવા પર હૈદ્વાબાદ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવી પડશે તો જવાહરલાલ નહેરુએ તેમને 'સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક' કહ્યાં હતા. નાયરના પુસ્તક અનુસાર આના પર સરદાર પટેલ પોતાના કાગળીયા એકઠા કરી બેઠકમાંથી બહાર જતા રહ્યાં. ભાજપ નેતાએ દેશના પ્રથમ વડાપ્રધાનમંત્રી અને પહેલાં ગૃહમંત્રી વચ્ચે મતભેદ જણાવતાં તે સમયે કર્નલ રહેલા સૈન માણેકશાની સાથે વરિષ્ઠ પત્રકાર પ્રેમ શંકર ઝાના જૂના ઇન્ટરવ્યુંનો ઉલ્લેખ કર્યો છે. માણેકશાએ કેબિનેટની તે બેઠક વિશે જણાવ્યું હતું કે જેમાં પાકિસ્તાનની સેનાની મદદથી આદિવાસીઓની ઘૂસણખોરીથી ઉત્પન્ન થયેલી સ્થિતીને સ્પષ્ટ કરવા માટે બોલાવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીએ માણેકશાના ઇન્ટરવ્યુંનો હવાલો આપતાં કહ્યું હતું કે 'હંમેશાની જેમ જવાહરલાલ નહેરુ સંયુક્ત રાષ્ટ્ર, રૂસ, આફ્રિકા, ઇશ્વર અને દરેક જણ સાથે ત્યાં સુધી વાત કરતાં રહ્યાં, જ્યાં સુધી સરદાર પટેલે પોતાનો સ્યંમ ગુમાવી ન દિધો. તેમને કહ્યું હતું કે 'જવાહરલાલ તમે કાશ્મીર ઇચ્છો છો, કે પછી તેને ગુમાવવા માંગો છો. તેમને (નહેરુ) કહ્યું, હું કાશ્મીર ઇચ્છું છું. ત્યારે તેમને (પટેલ) કહ્યું, મહેરબાની કરીને આદેશ આપો. અને અડવાણીએ ઝાને માણેકશા દ્વારા આપેલા ઇન્ટરવ્યુંનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ' આ પહેલાં તે (નહેરુ) કંઇક કહે સરદાર પટેલ મારી તરફ ફર્યા અને કહ્યું, 'તમે આદેશ મળી ગયો છે.

English summary
LK Advani has added fresh fuel to an ongoing debate on the relationship between India's first Prime Minister Jawaharlal Nehru and Sardar Patel by saying that the former vehemently opposed the latter's policies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X