નરેન્દ્ર મોદી સરકારનો ભાગ બનવા નથી માંગતા લાલકૃષ્ણ અડવાણી!
નવી દિલ્હી, 14 મે: વિભિન્ન એજન્સીઓના એક્ઝિટ પોલના વલણ બાદ દેશમાં ભારતીય જનતા પાર્ટીની આગામી સરકાર બનવી નક્કી છે. એવામાં ભાજપ પણ એમ માનીને ચાલી રહી છે તેમના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે અને ચૂંટણી બાદની રણનિતી પર મંથન પાર્ટીની અંદર શરૂ થઇ ગયું છે.
સૂત્રોના અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી મોદીના નેતૃત્વમાં બનનારી સરકારમાં ભાગ બનવા માંગતા નથી. અપુષ્ટ રીતે એવા સમાચાર છે કે લાલકૃષ્ણ અડવાણી સરકારમાં ફક્ત સલાહકારની ભૂમિકા ભજવી શકે છે. સાથે જ તે એનડીએના ચેરમેન બની રહી શકે છે. અત્રે નોંધનીય વાત એ છે કે ભાજપ બે પાવર સેંટરના વિરૂદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની સાથે અરૂણ જેટલી અને નિતિન ગડકરી બુધવારે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. માનવામાં આવે છે કે તેમની વચ્ચે પાર્ટીના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકા પર ચર્ચ થશે. ત્રણેય નેતા બપોરે ત્રણ વાગે ગાંધીનગર પહોંચી જશે. તેઓ એરપોર્ટ પરથી સીધા સીએમ હાઉસ રવાના થશે, જ્યાં સાંજે બેઠક થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકા પર સસ્પેંસ બનેલું છે. કહેવામાં આવે છે કે તેમને એનડીએના પ્રમુખ બનાવવામાં આવે, પરંતુ તે પહેલાંથી જ આ ભૂમિકામાં છે. આ પહેલાં નરેન્દ્ર મોદીના અંગત અમિત શાહને લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેનો ફેંસલો સંસદીય બોર્ડની બેઠકમાં થશે. જો કે લાલકૃષ્ણ અડવાણીએ ખુલીને હજુ સુધી કંઇ કહ્યું નથી.
બીજી તરફ ભાજપના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી અમારા પ્રેરણાસ્ત્રોત છે અને પાર્ટીના માર્ગદર્શક બની રહેશે. તેમણે એમપણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઇને ચાલવાનું જાણે છે.












Click it and Unblock the Notifications
