..તો અડવાણી જ મોદીને બનાવશે વડાપ્રધાન

ગાંધીનગર, 6 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપની જીતને લઇને સંપૂર્ણ પણે આશવસ્ત છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી જ દેશના આગામી વડાપ્રધાન બનશે. અડવાણી જે જબાન આપી રહ્યાં છે, તેના પર સંપૂર્ણ પણે અટલ રહેશે અને એનડીએને બહુમત મળે અથવા ના મળે, અડવાણી જ મોદીને પીએમ બનાવશે.

lk-advani-narendra-modi-600
આ બધુ કેવી રીતે થશે, એ જાણતા પહેલા ગાંધીનગરથી જાણીએ જ્યાં અડવાણીએ લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર દાખલ કર્યું છે. અડવાણીએ નામાકંન દાખલ કર્યા બાદ કહ્યું કે, મોદી દેશના આગામી વડાપ્રધાન હશે. ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો કોઇ ઇરાદો નહોતો. 1947માં દેશના વિભાજન બાદ તેમને આ જ ક્ષેત્રએ જગા આપી હતી, આજે જેનું નામ ગુજરાત છે. આજે આ જ ગુજરાતથી દેશને નવી દિશા નક્કી કરવા અમે નિકળ્યા છીએ.

તમામ ટીવી ચેનલ્સના ઓપિનિયન પોલ્સ પર નજર ફેરવીએ તો લગભગ તમામ સર્વેક્ષણ કહીં રહ્યાં છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા દળના રૂપમાં ઉભરશે, પરંતુ બહુમતથી 10થી 15 બેઠકો પાછળ રહી જશે. તેથી નરેન્દ્ર મોદી ત્યારે જ વડા પ્રધાન બનશે, જ્યારે એનડીએના તમામ દળ ગંઠબંધન કરશે અને આ કામમાં અડવાણી જેટલા પ્રતિભાશાળી કોઇ નથી, ભાજપમાં.

ચૂંટણી પરિણામ બાદ જો એનડીએને અન્ય દળોના સમર્થનની જરૂર પડી તો ભાજપમાં માત્ર અડવાણી જ એક એવા નેતા છે, જે વિરોધી દળોમાં જઇને તેમના નેતાઓને મનાવી શકે છે. અન્યથા રાજનાથ અથવા અરૂણ જેટલીએ વાત કરી તો અન્ય દળ મોદીને પીએમ નહીં બનાવવાની શરત મુકી શકે છે. બીજું સૌથી મોટું કારણ એ છે કે વિરોધી દળના તમામ નેતા અડવાણીને અન્ય નેતાઓની તુલનામાં વધારે માને છે અને તેમના પર સૌથી વધારે ભરોસો મુકે છે. તેથી જો મોદીને પીએમ બનાવવા માટે વિરોધી દળોને મનાવવાની જરૂર પડી તો અડવાણી જ તેમના તારણહાર બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X