For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકડાઉન 5: કેન્દ્ર સરકારે જારી કરી ગાઇડલાઇન, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

કેન્દ્ર સરકારે શનિવારે પાંચમા તબક્કાના લોકડાઉન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ લોકડાઉન દેશમાં 30 જૂન સુધી ચાલુ રહેશે. જોકે, આ વખતે સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવ

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે શનિવારે પાંચમા તબક્કાના લોકડાઉન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ લોકડાઉન દેશમાં 30 જૂન સુધી ચાલુ રહેશે. જોકે, આ વખતે સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે પ્રતિબંધો હટાવવામાં આવશે. આ દિશાનિર્દેશો 1 જૂનથી 30 જૂન સુધી ચાલુ રહેશે. સરકારે આવતા એક મહિના માટે કન્ટેન્ટ ઝોનની બહારની તમામ પ્રવૃત્તિઓ ફરીથી ખોલવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ચાલો તમને જણાવીએ કે આ તબક્કામાં શું ખુલશે છે અને શું બંધ રહેશે.

8મી જૂનથી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને શોપિંગ મોલ ખુલશે

8મી જૂનથી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને શોપિંગ મોલ ખુલશે

  • જાહેર સ્થળો અને જાહેર પૂજા સ્થળો; હોટલ, રેસ્ટોરાં અને અન્ય આતિથ્ય સેવાઓ અને શોપિંગ મોલ્સને 8 જૂન, 2020 થી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરશે.
  • શાળાઓ, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/કોચિંગ સંસ્થાઓ, વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પરામર્શ પછી ખોલવામાં આવશે.
રાત્રે લોકોના બહાર નિકળવા પર પ્રતિબંધ

રાત્રે લોકોના બહાર નિકળવા પર પ્રતિબંધ

  • આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, મેટ્રો રેલ, સિનેમા હોલ, વ્યાયામશાળા, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક વગેરેની તારીખ પરિસ્થિતિના આકારણીના આધારે નિર્ણય લેવામાં આવશે.
  • જરૂરી પ્રવૃત્તિઓ સિવાય સમગ્ર દેશમાં સવારે 9થી સવારે 5 વાગ્યા દરમિયાન લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  • કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન ચાલુ રહેશે, જેમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે.
એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી

એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી

  • MHAએ કોવીડ -19 મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય નિર્દેશો જારી કર્યા છે, જેમાં ફેસ માસ્ક અને સામાજિક અંતરનાં ધોરણોનો ફરજિયાત પાલનનો સમાવેશ છે.
  • જાહેર સ્થળોએ દારૂ પીવો, ગુટખા ખાવા, સિગારેટ પીવાની મનાઈ રહેશે.
  • એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે હટાવવામાં આવ્યો છે. રાજ્ય પણ એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઈ શકશે, પરંતુ સામાજિક અંતરને અનુસરવું પડશે. ક્યાંય જતાં પહેલાં કોઈની પરવાનગી લેવાની જરૂર નથી.

આ પણ વાંચો: લોકડાઉન 5: કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી રહેશે લાગુ

English summary
Lockdown 5: Guidelines issued by the Central Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X