For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એડવાન્સ એર ટિકિટ બુકિંગ-રિફંડ પૉલિસી વિશે ગાઈડલાઈન જારી કરશે સરકાર

સરકાર બુકિંગ માટે પડી રહેલી મુશ્કેલીઓ અને રિફંડમાં આવતી ખામીઓના કારણે મુસાફરોની સુવિધા માટે ગાઈડલાઈન્સ બનાવી રહી છે અને ટૂંક સમયમાં તેને જારી કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા કેસોના કારણે દેશમાં લૉકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. જેના કારણે બધા વિમાન કંપનીઓએ બધી ઉડાનો 3 મે સુધી રદ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એડવાન્સ ટિકિટ બુકિંગ અને રિફંડ પૉલિસી વિશે કાલે બધા ખાનગી એરલાઈન્સના સીઈઓ સાથે બેઠક બોલાવી હતી. ખાનગી વિમાન કંપનીઓના બધા સીઈઓએ MoCAના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ બેઠકમાં ભાગ લીધો હતો.

air india

સરકાર બુકિંગ માટે પડી રહેલી મુશ્કેલીઓ અને રિફંડમાં આવતી ખામીઓના કારણે મુસાફરોની સુવિધા માટે ગાઈડલાઈન્સ બનાવી રહી છે અને ટૂંક સમયમાં તેને જારી કરવામાં આવશે. લૉકડાઉન લંબાયા બાદ બધી વિમાન કંપનીઓએ 3 મે સુધી ટિકિટ રદ કરી દીધી છે. વળી, ઈન્ડિગોએ ચાર મેથી ફરીથી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યા નથી.

એરલાઈન ઈન્ડિગોએ પ્રધાનમંત્રી મોદીના સંબોધન બાદ નવા નિયમો વિશે માહિતી આપી હતી. આ નવા નિયમો મુજબ, રદ કરાયેલ ટિકિટના પૈસા ક્રેડિટ સેલમાં પડ્યા રહેશે. મુસાફર એક વર્ષની અંદર ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકે છે. ખાસ વાત એ છે કે તેમની પાસે કોઈ વધારાના પૈસા લેવામાં નહિ આવે. વળી, જેમના નામની ટિકિટ કેન્સલ થઈ છે ભવિષ્યમાં એ જ વ્યક્તિના નામથી બુકિંગ કરાવી શકાશે. મુસાફરોને ઈમેલ અને મેસેજ દ્વારા આ વિશે માહિતી આપવામાં આવશે. સ્પાઈસ જેટે પણ આ રીતના નિયમ બનાવ્યા છે.

લાંબા સમયયથી લોકો ફરીથી વિમાનોના સંચાલનની રાહ જોઈ રહ્યા છે. ઈન્ડિગોએ કહ્યુ કે ચાર મેથી તબક્કાવાર રીતે વિમાન સેવાઓ શરૂ કરવામાં આવશે. આ હેઠળ પહેલા ઘરેલુ ઉડાનોને શરૂ કરવામાં આવશે, ત્યારબાદ આમાં આંતરાષ્ટ્રીય ઉડાનોને શામેલ કરવામાં આવશે. ઈન્ડિગો મુજબ તેમનુ ફોકસ યાત્રીઓ અને તેમના કર્મચારીઓના આરોગ્ય પર છે. હાલમાં બધી વિમાન કંપનીઓ સરકારની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન કોઈ સમાધાન નથી,એ ખતમ થતા જ વધશે કોરોનાના દર્દીઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ લૉકડાઉન કોઈ સમાધાન નથી,એ ખતમ થતા જ વધશે કોરોનાના દર્દીઃ રાહુલ ગાંધી

English summary
lockdown: Government forming guidelines to facilitate air travellers with their booking issues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X