For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 એપ્રિલથી પણ વધુ લંબાઈ શકે છે લૉકડાઉન? પીએમ મોદીએ સંભાવનાથી ઈનકાર નથી કર્યો, વાંચે મહત્વની 10 વાતો

30 એપ્રિલથી પણ વધુ લંબાઈ શકે છે લૉકડાઉન? પીએમ મોદીએ સંભાવનાથી ઈનકાર નથી કર્યો, વાંચે મહત્વની 10 વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલતો રોકવા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી દેશવ્યાપી લૉકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ પર વાતચીતમાં લૉકડાઉન વધારવાના વિષય પર ચર્ચા કરી છે. પીએમ મોદીએ સંકેત આપ્યા કે લૉડાઉનના બે અઠવાડિયા માટે (30 એપ્રિલ સુધી) વધારવામાં આવી શકે છે. સાથે જ લૉકડાઉનને 30 એપ્રિલ સુધી આગળ વધારવાની સંભાવનાઓથી પણ ઈનકાર નથી કર્યો.

Coronavirus

બેઠકમાં મોટાભાગના રાજ્યોએ પણ માન્યું કે કોરોનાથી લડવા માટે લૉકડાઉન વધારવી જરૂરી છે. દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 8000ને પાર ચાલી ગઈ છે જ્યારે આ વાયરસથી મરનારની સંખ્યા 270ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે બધા જરૂરી પગલાં ઉઠાવી રહી છે.

Coronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોતCoronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત

અહીં જાણો 10 મહત્વની વાત

ભારતમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 273ના મોત થઈ ચૂક્યાં છે અને કોરોના સંક્રમણના 8356 મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે જાહેર તાજા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં દેશમા કોરોનાના કુલ 909 નવા મામલા સામે આવ્યા છે અને 34 લોકોના જીવ ચાલ્યા ગયા છે. જો કે થોડી રાહતવાળી વાત એ છે કે આ બીમારીથી અત્યાર સુધી 716 લોકો ઠીક થયા છે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કેટલાય રાજ્યોએ લૉકડાઉન વધારવાનો ફેસલો લીધો છે. શનિવારે પશ્ચિમ બંગાળના મમતા બેનરજી સરકારે લૉકડાઉન વધારીને 30 એપ્રિલ કરી દીધું છે. જ્યારે પશ્ચિમ બંગાળ ઉપરાંત મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, તેલંગાણા અને પંજાબે પણ લૉકડાઉન વધારવાનો ફેસલો કર્યો છે. જો કે, કેન્દ્ર સરકારે આને લઈ હજી સુધી કંઈ એલાન નથી કર્યાં. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી લૉકડાઉનને લઈ જલદી જ નવું એલાન કરી શકે છે.

દેશ કોરોના મહામારી ના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને લૉકડાઉન ચાલુ છે. આ દરમિયાન દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતી એક વિદેશી મૂળની મહિલા રાજનયિકે પોલીસ સામે લૉકડાઉન માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. મહિલા ઉરુગ્વેની રાજનયિક છે અને જ્યારે શનિવારે સાંજે 6.30 વાગ્યે સાઈકલિંગ કરવા માટે બહાર નીકળી તો પોલીસે રોકી લીધા. મહિલાએ પોલીસકર્મીઓને કહ્યું કે તમે મારું કંઈ ના કરી શકો અને મને માસ્ક પહેરવા માટે પણ ા કહી શકો.

બેઠક બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, 'પ્રધાનમંત્રીએ લૉકડાઉન વધારવાનો ફેસલો લીધો છે. આજે, ભારતની સ્થિતિ કેટલાય વિકસિત દેશોથી સારી છે કેમ કે આપણે પહેલા જ લૉકડાઉન કરવાનો ફેસલો લઈ લીધો હતો. જો આને અત્યારે ખતમ કરી દેવામાં આવ્યું તો બધી જ કોશિશો પર પાણી ફરી જશે. લૉકડાઉન વધારવાનો ફેસલો જરૂરી છે.'

કોરોના સંકટ અને લૉકડાઉન સહિત અન્ય ઉપાયો પર શનિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીની બેઠક થઈ. બેઠક બાદ પીએમ મોદીએ લૉકડાઉનને બે અઠવાડિયા માટે વધારવાના સંકેત આપ્યા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિત કેટલાય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કોરોનાને પગલે લૉકડાઉન વધારવા પર સહમતિ જતાવી છે.

બિહારમાં શનિવારેત્રણ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 64 થઈ ગઈ છે. રાજ્યના પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ સંજય કુમારે ટ્વીટ કરી આની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું, 'એક દિવસનું બીજું અપડેટ. ત્રણ નવા મામલા સામે આવ્યા બાદ બિહારમાં સંક્રમિતોની સંખ્યા 64 થઈ ગઈ. નવાદાની રહેતી 16 વર્ષની છોકરી અને બેગૂસરાય નિવાસી 40 અને 63 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ જણાયા છે. આ લોકો કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હતા. સંક્રમિતોનો પતો લગાવી લેવામાં આવ્યો છે.'

પીએમ મોદીએ બેઠકમાં કહ્યું, 'લૉકડાઉનની વાત કરતા મેં કહ્યું હતું- જાન હૈ તો જહાન હૈ. જ્યારે મેં રાષ્ટ્રને નામ સંદેશ આપ્યો હતો, તો પ્રારંભમાં જ જોર આપ્યું હતું કે દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અતિ આવશ્યક છે. દેશના મોટાભાગના લોકોએ આ વાતને સમજી અને ઘરે રહી પોતાનું દાયિત્વ નિભાવ્યું.'

બેઠક બાદ પોંડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું, 'પીએમ મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલ બેઠકમાં મુખ્યમંત્રીઓનો એક શબ્દોમાં મંતવ્ય હતો કે લૉકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે જેને પીએમ મોદીએ પણ સમર્થન આપ્યું.'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સંકટના કારણે ઉત્પન્ન સ્થિતિ પર શનિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી, જેમાં મોટાભાગના રાજ્યોએ લૉકડાઉનને બે અઠવાડિયા સુધી વધારવાનો આગ્રહ કર્યો. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, મોટાભાગના રાજ્યોએ લૉકડાઉન બે અઠવાડિયા સુધી વધારવાનો આગ્રહ કર્યો હતો અને સરકાર આ અનુરોધ પર વિચાર કરી રહી છે.

અમેરિકામાં કોરોના વાયરસનો સંકટ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધુ મોત અમેરિકામાં નોંધાણી છે, જ્યાં કોવિડ-19થી મરનારનો આંકડો 20 હજારને પાર પહોંચી ચૂક્યો છે. જૉન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડા મુજબ અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા શનિવારે 20,000ને પાર પહોંચી ગઈ છે. જ્યારે દુનિયાભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધી એક લાખથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

English summary
lockdown may extend beyind 30 april read 10 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X