For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 80 કરોડ લોકોને મળશે 2 રૂપિયે કિલો ઘઉ અને 3 રૂ. કિલો ચોખા, મોદી સરકારનુ મોટુ એલાન

લૉકડાઉન બાદ બુધવારે મોદી કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, જેના વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને બ્રીફ આપી.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોના કારણે આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે લૉકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળો અને સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન કરો. વળી, લૉકડાઉન બાદ બુધવારે મોદી કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, જેના વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને બ્રીફ આપી.

Prakash Javadekar

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે દેશના 80 કરોડ લોકોને 2 રૂપિયો કિલોના હિસાબે ઘઉ અને 3 રૂપિયે કિલોના હિસાબે ચોખા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે ત્રણ મહિનાનુ રાશન એડવાન્સ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે પીએમ મોદીના લૉકડાઉનના નિર્ણયનુ આખા દેશે સ્વાગત કર્યુ. તેમણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી અને કહ્યુ કે પોતાના હાથ જરૂર ધુઓ.

પ્રકાશ જાવડકરે લોકોએ અપીલ કરીને કહ્યુ કે તે અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે કહ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કામ કરી રહી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે જરૂરી સેવાઓ પ્રભાવિત નહિ થાય અને ગૃહમંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવશે. તેમણે કહર્યુ કે કોઈ પણ પત્રકાર કે ડૉક્ટરને પરેશાન નહિ કરવાના, તે સેવાનુ કામ કરવાનુ કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે કેન્દ્રીય કેબિનેટમાં અલીગઢ-હરદુઆગંજ ફ્લાઈઓવરના નિર્માણને મંજૂરી આપવામાં આવી. આ રેલવે ફ્લાઈઓવરની કુલ લંબાઈ 22 કિમી હશે અને આની પાંચ વર્ષમાં પૂરુ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે હાલમાં આખી દુનિયા કોરોના વાયરસનો કહેર ઝેલી રહી છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 536 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 11 લોકોના મોત પણ થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં આવ્યા છે જ્યાં અત્યાર સુધી 116 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

આ પણ વાંચોઃ

English summary
Lockdown: Union Minister Prakash Javadekar briefs media on cabinet decisions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X