For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તીડના આતંકથી યુપીના 10 જિલ્લા હાઈ અલર્ટ પર, સીએમ યોગીએ આપ્યા વિશેષ નિર્દેશ

તીડના આતંકથી યુપીના 10 જિલ્લા હાઈ અલર્ટ પર, સીએમ યોગીએ આપ્યા વિશેષ નિર્દેશ

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં તીડે આતંક ફેલાવી રાખ્યો છે. આ તીડના આતંક એવો ખતરનાક છે કે ઉત્તર પ્રદેશના 10 જિલ્લાને હાઈ અલર્ટ પર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંગળવારે એક અધિકારીએ જણાવ્યું કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર નજીક 10 જિલ્લાઓ તીડના કારણે હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે, કેમ કે અહીં આ તીડના હુમલાની સૌથી વધુ સંભાવના છે.

જણાવી દઈએ કે ઝાંસી, લલિતપુર, આગરા, મથુરા, શામલી, મુઝફ્ફરનગર, બાગપત, હમીરપુર, મહોબા, બાંદા, ચિત્રકૂટ, જાલૌન, ઈટાવા અને કાનપૂર દેહાત જલ્લાઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ જિલ્લાઓમાં વિશેષ સતર્કતા વરતવાા નિર્દેશ આપ્યા છે.

તીડન સૌથી મોટો હુમલો

તીડન સૌથી મોટો હુમલો

જણાવી દઈએ કે પાછલા કેટલાય દશકામાં આ અટેક અત્યાર સુધીનો તીડનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. અગાઉ આ તીડ રાજસ્થાન અને ગુજરાતની સીમામાં જ જૂનથી નવેમ્બર દરમિયાન આક્રમણ કરતા હતા. પરંતુ આ વખતે તીડે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશને પોતાના લપેટામાં લઈ લીધા છે. લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઈઝેશને એપ્રિલમાં નોટસ કર્યું હતું કે અત્યાર સુધી જયાં આ તીડ ઓછી સંખ્યામાં આવતી હતી ત્યાં હવે અબજોની સંખ્યામાં હુમલો કરી રહી છે.

યુપીમાં તીડનું આક્રમણ

યુપીમાં તીડનું આક્રમણ

સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે તીડનું આ દળ રાજસ્થઆનના કરૌલી જલ્લાના સારમથુરથી થતા મધ્ય પ્રદેશના મુરૈના તરફ વધી રહ્યું છે અને હવે આ એમપીના કૈલારસ પહોંચનાર છે. જેને લઈ ઉત્તર પ્રદેશના સીમાવર્તી જિલ્લાને અલર્ટ પર રાખવામાં આવ્યા છે.

તીડ ભગાડવાના ઈંતેજામ કરવામાં આવી રહ્યા છે

આ તીડને ભગાવવા અને તેના નયંત્રણ માટે ઈંતેજામ કરવામાં આી રહ્યા છે. લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઈઝેશનની ટેક્નિકલ ટીમ ખેડૂતો સાથે સતત તાલમેલ બનાવવાની કોશિશ કરી રહી છે. સાથે જ ગ્રામીણોને કહેવામાં આવ્યું છે કે આ તીડના રૂખને મોડવા માટે અવાજ કરો, થાળી- વાસણ વગાળો, ફટાકળા ફોડો. ટેક્ટર પર લાગેલા સ્પ્રેયર, પાવર સ્પ્રેયર, રાસાયણના છંટકાવનો ઉપયોગ કરો, જેનાથી આ તીડને ભગાડી શકાય.

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર, 1 લાખથી વધુ લકોના મોતઅમેરિકામાં કોરોના વાયરસનો કહેર, 1 લાખથી વધુ લકોના મોત

English summary
locust created new problem for farmers, 10 district of up on high alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X