12 રાજ્યોની 121 લોકસભા બેઠકો પર મતદાન શરૂ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલઃ ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે લોકસભા ચૂંટણી 2014ના પાંચમાં તબક્કા માટે મતદાત થઇ રહ્યું છે, જે હેઠળ 12 રાજ્યોની 121 લોકસભા બેઠકોમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. આ વખતે યુવાનોમાં મતદાનને લઇને ખાસો જોશ જોવા મળી રહ્યો છે. કાશ્મીરના ઉધમપુરમાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મણિપુર અને બિહારમાં પણ યુવાનો ઉત્સાહ સાથે મતદાન કરતા જોવા મળી રહ્યાં છે.

10.40 am: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મતદાન કર્યું.

10.35 am: અહી મોદીની લહેર નથી. મમતા જ સાચી શક્તિ છે, લોકો પરિવર્તન ઇચ્છે છેઃ ભાઇચુંગ ભુટિયા.

10.30 am: શરદ પવારના બારામતીમાં 23 ટકા મતદાન. અમે શત્રુઘ્ન માટે સમર્થન એકઠું કરી રહ્યાં છીએ, અમે બધા પાર્ટી કાર્યકર્તા છીએઃ ભાજપના નેતા રવિશંકર પ્રસાદ.

10.25 am: પશ્ચિમ બંગાળના જલપાગરીમાં રેકોર્ડ 21.02 ટકા મતદાન, અલિપુર્દાઉરમાં 22.52, કોચ બેહરમાં 21.67 અને દાર્જલિંગમાં 20.97 ટકા મતદાન.

10.00 AM: મહારાષ્ટ્રમાં 12 ટકા, ઉત્તર પ્રદેશ 13 ટકા, રાજસ્થાનમાં 14 ટકા મતદાન નવ વાગ્યા સુધી થયું છે.

9.50 AM: આ વખતે આપણો ઉદ્દેશ્ય પહેલા મત પછી ભોજન હોવો જોઇએ. તેમ સુષમા સ્વરાજે મતદાન કર્યા બાદ કહ્યું છે.

9.48 AM: પાણી અને વિજળી સંબંધિત મુદ્દાઓને લઇને નાલંદાના ઇસ્લામપુરના 149, 170 અને 232 બુથ પર મતદાતાઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

9.00 AM: અભિનેતા અને નિર્દેશક અમોલ પાલેકર અને તેમના પત્નીનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી તેઓ નિરાશ થઇને પૂણેના પોલિંગ બુથથી પરત ફર્યા હતા.

8.00 AM: મધ્ય પ્રદેશના ભોપાલમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા મોટી માત્રામાં મતદાન કરવામાં આવી રહ્યું છે. અહીં બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

polling-official-marks
આજે બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની 121 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જ્યાં અંદાજે 19.7 કરોડ મતદાતાઓ 1767 ઉમેદવારોમાંથી પોતાની પસંદના ઉમેદવારની ચૂંટણી કરશે. આ સાથે જ આજે ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથોસાથ 147 સદસ્યીય વિધાનસભાના 77 ક્ષેત્રો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં પણ બે વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છેકે આ પહેલા ઓડિશામાં 10 એપ્રિલે મતદાન થવાનું હતું. મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે મતદાન માટે ચૂંટણી પંચે 225387 કેન્દ્ર બનાવ્યા છે અને તેમાં અંદાજે 13 લાખ કર્મચારીઓને તેનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે અત્યારસુધી પાંચ તબક્કામાં ચૂંટણી સંપન્ન થઇ ગઇ છે અને આ દરમિયાન 111 બેઠકોમાં મતદાન કરવામાં આવ્યું છે. મતદાન 7 એપ્રિલથી શરૂ થઇ ચૂક્યા છે. ગુરુવારે અત્યારસુધી થયેલી ચૂંટણીની સરખામણીએ સૌથી વધારે બેઠકો પણ મતદાન થઇ રહ્યું છે.

English summary
Elections to the Lok Sabha will move into high gear today when, in the 6th phase of polling, nearly 20 million electors in 12 constituencies across 12 States. Here are the live updates of the polling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X