ચુસ્ત સુરક્ષા સાથે 7 રાજ્યોની 64 બેઠકો પર મતદાન શરૂ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 મેઃ લોકસભા ચૂંટણી માટે આઠમા તબક્કા માટે સાત રાજ્યોના 64 ચૂંટણી ક્ષેત્રોમાં આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. આજે મતદાતાગણ 900 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ કરશે. લોકસભા ક્ષેત્રોમાં સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થઇ ગયું છે. ઉત્તર પ્રદેશમાં મતદાનનો પાંચમો તબક્કો છે. આઠણા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, બિહારની 7, જમ્મુ કાશ્મીરની 2, યુપીની 15, પશ્ચિમ બંગાળની 6 બેઠોક સાથે ઉત્તરાખંડની તમામ 5 બેઠકો અને હિમાચલ પ્રદેશની તમામ 4 બેઠકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

guwahati
આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે જ સીમાંધ્ર ક્ષેત્રની 175 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. બિહારના નક્સલ પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં મતદાન ચાર વાગ્યે સમાપ્ત થઇ જશે. સવારે સાત વાગતા જ સાત રાજ્યોમાં અનેક મતદાન મથકો પર લાંબી લાંબી લાઇન જોવા મળી રહી છે. આ મતદાન માત્ર નેતાઓની કિસ્મત નક્કી કરવા માટે જ નહીં પરંતુ પોતાની કિસ્મત નક્કી કરવા માટે પણ છે. જેના કારણે આઝાદ ભારતના પહેલા મતદાતા હિમાચલના શ્યામ સરણ નેગીએ મતદાતાઓને પોતાની આ શક્તિને ઓળખીને પોતાના હકનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

આઠમાં તબક્કામાં અનેક બેઠકો પર દિગ્ગજોની સાખ દાવ પર છે. જેમાં રાહુલ ગાંધી, વરુણ ગાંધી, બેની પ્રસાદ વર્મા, પલ્લમ રાજુ, પી. લક્ષ્મી, ડી પુરંદેશ્વરી, રાબડી દેવી, રામ વિલાસ પાસવાન, રાજીવ પ્રતાપ રુડી અને અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઇરાની, કુમાર વિશ્વાસ, પૂર્વ કેન્દ્રિય મંત્રી સંજય સિંહના પત્ની અમિતા સિંહ, બીસી ખંડૂડી અને રમેશ પોખરિયાલ નિશંકની સાખ દાવ પર છે.

English summary
The 8th phase of the 2014 Lok Sabha election will be held on Wednesday. 64 constituencies in seven states will go to the polls in this phase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X