...તો સોનિયાજી મને 10-12 લાફા મારી શકે છે : મોદી

Google Oneindia Gujarati News

ઝાંસી/ફતેહપુર, 27 એપ્રિલ : આજે પોતાની ઉત્તર પ્રદેશની જાહેર સભાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો અને કટાક્ષ કર્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'આ મા-દીકરાને મારા પર એટલો બધો ગુસ્સો આવે છે કે જો હું તેમને સામે મળું તો ખબર નથી તેઓ મને જીવતો રહેવા દેશે કે નહીં. તેઓ મને 10-12 લાફા તો મારી જ દેશે.'

ખોટા ભાષણ

ખોટા ભાષણ

આ પહેલા ઝાંસીમાં રેલીને સંબોધિત કરતા સમયે પણ તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા હતા. રાહુલને ભાષણ લખીને આપનારા મા (સોનિયા ગાંધી)ના સલાહકારો સાથે તેમને બનતુ નથી. આ કારણે તેમની પાસે ખોટા ભાષણો વંચાવવામાં આવે છે.

રાહુલને લીધો ઝપટમાં

રાહુલને લીધો ઝપટમાં

ઉત્તર પ્રદેશના ઝાંસી અને ફતેહપુરમાં રેલીઓને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું કે રાહુલ ગાંધીના ભાષણ કોમેડી હોય છે. આપે કપિલ શર્માની ટીવી સીરિયલ જોઇ હશે. તે બંધ થઇ જશે અને તેની જગ્યાએ ટીવી પર મનોરંજન માટે કોંગ્રેસી નેતાઓના ભાષણ સંભળાવવામાં આવશે. મને તો રાહુલ ગાંધી પર ભારે શરમ અને હસવું આવે છે.

રાહુલ પર કટાક્ષ

રાહુલ પર કટાક્ષ

રાહુલના ભાષણમાં ગુજરાતના આંકડાઓ અંગે કરવામાં આવેલી વાત અંગે કટાક્ષ કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'ગુજરાતની કુલ વસતી 6 કરોડ છે અને રાહુલ બાબા કહી રહ્યા છે કે 27000 કરોડ નોકરીઓ ખાલી પડી છે! આપ શું કરી રહ્યા છો?'ગુજરાતમાં લોકાયુક્ત મુદ્દે રાહુલની વાતની મજાક ઉડાવતા મોદીએ કહ્યું કે 'રાહુલને કદાચ ખબર નથી કે ગુજરાતમાં લોકાયુક્ત છે.'

મનમોહન પર કટાક્ષ

મનમોહન પર કટાક્ષ

જ્યારે મનમોહન સિંહને પણ કટાક્ષની ઝપટમાં લેતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'આપણા પીએમ સાહેબને ભ્રષ્ટાચાર જ નથી દેખાતો, તો લહેર કેવી રીતે દેખાશે?' વડાપ્રધાને આસામમાં વોટિંગ કર્યા બાદ કહ્યું હતું કે દેશમાં મોદીની કોઇ લહેર નથી, આ તો મીડિયાએ બનાવેલી મોદીની લહેર છે.

English summary
Narendra Modi during a public meeting in Uttar Pradesh said that Angry Soniaji can slap me if I come across her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X