શું ખરેખર રાજકીય દળોનો ‘બહુ નહીં બહુમત’નો નારો તકલાદી છે?

Google Oneindia Gujarati News

લખનઉ, 23 માર્ચઃ દેશમાં ચારેકોર રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. દરેક પાર્ટી દેશની અડધી આબાદીની વધારો આપવાની વાત કરે છે, પરંતુ જ્યારે પાર્ટીઓની અંદર ટીકીટની વહેચણીની વાત આવે છે તો બધા દાવા તકલાદી લાગવા માંડે છે.

યુપીથી શરૂઆત કરીએ તો, જ્યાં સૌથ વધારે મતદાતા છે, પરંતુ જ્યાં આ દેશની માટીએ દેશની પ્રબળ મહિલા રાજકારણીઓએ જન્મ આપ્યો છે, ત્યાં દેશના તમામ રાજકીય દળો મળીને પ્રદેશમાં 100 મહિલા ઉમેદવાર ઉભા કરી શક્યા છે, જ્યારે અહીં મહિલાઓની વસતી 10 કરોડ રૂપિયા છે.

જેનાથી બહુ નહીં બહુમતનો નારો આપનારા તમામ રાજકીય દળોની પોલ ખુલી જાય છે. પ્રદેશની આ સ્થિતિ ઘણી શરમજનક અને નિરાશાજનક છે. એવું નથી કે જે મહિલાઓને તમક આપવામાં આવી છે, તેમણે દેશ અને પ્રદેશને નુક્શાન પહોંચાડ્યું છે, પરંતુ તેમણે તો દેશ અને પ્રદેશને ગૌરવાન્વિત થવાની તક આપી છે.

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સુભદ્રા જોશી, સુચેતા કૃપલાની, વિજયલક્ષ્મી પંડિત, સુશીલા નાયર, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી માયાવતી, મેનકા ગાંધી અથવા અભિનેત્રી જયાપ્રદા, તમામે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે અને એક મિસાલ કાયમ કરી છે. તેમ છતાં મહિલા ઉમેદવારોની સ્થિતિ સંતોષજનક નથી.

વર્ષ 2009માં મહિલાઓની સ્થિતિ

વર્ષ 2009માં મહિલાઓની સ્થિતિ

2009માં લોકસભા ચૂંટણીમાં ચાર મોટા દળોએ ઉત્તર પ્રદેશતી 28 મહિલાઓને ટીકીટ આપી હતી, જેમાં માત્ર 11 મહિલાઓ જ સંસદ ભવન પહોંચી. બાદમાં પેટા ચૂંટણીમાં સપાની ડિમ્પલ યાદવ જીત્યા. રાલોદની બેઠક પર સારિકા બઘેલ પણ લોકસભા પહોંચ્યા.

વર્ષ 2014માં મહિલાઓની સ્થિતિ

વર્ષ 2014માં મહિલાઓની સ્થિતિ

2014માં લોકસભા ચૂંટણીમાં ટીકીટ વિતરણમાં ઉત્તર પ્રદેશથી અત્યારસુધી કોંગ્રેસે અને બસપાએ 7-7, ભાજપ અને આપે 6-6, સપાએ 5 અને રાલોદે એક મહિલાને ટીકીટ આપી છે. આ એ પ્રદેશ છે, જ્યાંથી સંસદમાં પહોંચનારી મહિલાઓએ દેશના રાજકારણમાં નવી દિશા અને વિચાર આપવાનું કાર્ય કરતી રહી છે.

ગૌરવાન્વિત ઇતિહાસ

ગૌરવાન્વિત ઇતિહાસ

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સુભદ્રા જોશી, સુચેતા કૃપલાની, વિજયલક્ષ્મી પંડિત, સુશીલા નાયર, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી માયાવતી, મેનકા ગાંધી અથવા અભિનેત્રી જયાપ્રદા, તમામે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે અને એક મિસાલ કાયમ કરી છે.

સોનિયા, માયાવતી અને મેનકા ગાંધી

સોનિયા, માયાવતી અને મેનકા ગાંધી

સોનિયા ગાંધીએ કોંગ્રેસની બાગડોળ સંભાળ્યા બાદ તમામ કઠીણ પરિસ્થિતિઓમાંથી પાર્ટીને બહાર કાઢી, માયાવતીએ દલિતના ઘરે જન્મ લઇને તમામ વિપરીત પરિસ્થિતિઓ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ચારવાર મુખ્યપ્રધાન પદ સંભાળી લોકતંત્રની સાર્થકતા સિદ્ધ કરી. જ્યારે મેનકા ગાંધીએ પશુ-પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવી ગૌતમબુદ્ધનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.

દરેક સ્થળે કાયમ કરી મિસાલ

દરેક સ્થળે કાયમ કરી મિસાલ

ઉન્નવાના સાંસદ અન્નુ ટંડને ધમાકેદાર તરીકે ચૂંટણી જીતી સંસદમાં કોર્પોરેટ જનગતની ઉપસ્થિતિનો અનુભવ કરાવ્યો. સાંસદ રાજકુમારી રત્ના સિંહએ પ્રતાપગઢથી અનેકવાર જીત હાંસલ કરીને સંસદમાં પોતાની દમદાર ઉપસ્થિતિ નોંધાવી. તેમની જીત જૂના રજવાડાઓને લોકતંત્રના સાંચામાં પોતાને કારગર રીતે ઢાળવાની વાતને પ્રમાણિત કરે છે.

ડિમ્પલ યાદવ

ડિમ્પલ યાદવ

મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે સંસદમાં જે પ્રકારે રાજકીય મર્યાદાનું આચરણ રજૂ કર્યુ. જે યુવા સાંસદો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

રાજકારણમાં પરચમ લહેરાયો

રાજકારણમાં પરચમ લહેરાયો

ઉત્તર પ્રદેશથી અનેક મહિલાઓ પણ સંસદમાં પહોંચી, જેમણે પહેલીવાર ઘરનો દરવાજો પાર કરીને રાજકારણમાં પરચમ લહેરાવ્યો. આ પ્રકારે સાંસદોમાં તબસ્સુમ બેગમ, સીમા ઉપાધ્યાય, કૈસરજહાં અને સારિકા બઘેલ પ્રમુખ છે. વર્તમાનમાં તે ઉત્તર પ્રદેશમાં કુલ 13 મહિલા સાંસદ છે, પરંતુ ગત ચૂંટણીઓમાં મુશ્કેલીથી એવરેજ 10 મહિલાઓ સંસદમાં પહોંચી શકી છે.

મહિલાઓને ટીકીટ

મહિલાઓને ટીકીટ

વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં ભાજપે 10 મહિલાઓ ટીકીટ આપી હતી. સપા, બસપા અને કોંગ્રેસે 6-6 મહિલાઓને ટીકીટ આપી હતી. રાલોદે મે મહિલાઓને તક આપી હતી. જેમાં તમામ પ્રમુખ દળોની કુલ 13 મહિલાઓએ જીત મેળવી હતી.

તકલાદી છે ‘બહુ નહીં બહુમત'નો નારો?

તકલાદી છે ‘બહુ નહીં બહુમત'નો નારો?

આ વખતે સપા, બસપા, કોંગ્રેસ, રાલોદ અને ભાજપ ફરી મહિલાઓને ટીકીટ આપી રહ્યું છે, પરંતુ આ સંખ્યા પ્રદેશની 10 કરોડની મહિલા વસતીના હિસાબે ઉચિત જણાતી નથી. જેમાં બહુ નહીં બહુમત છે...નો નારો આપનારા તમામ રાજકીય દળોની પોલ ખુલી જાય છે.

English summary
The line-up for the 2014 general election is almost ready. Barring Congress and BJP in a handful of seat, all major parties have announced their candidates. What is disturbing about the list is the scarcity of women in the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X