Election Express: અખિલેશ યાદવ પર રેલીમાં ફેંકાયું ચપ્પલ

ગાંધીનગર, 30 માર્ચ: દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.

આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

જસવંત સિંહ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

જસવંત સિંહ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

પાર્ટીએ બાડમેરથી ટિકિટ નહીં ફાળવતા બડવાખોર બનેલા ભાજપના દિગ્ગજ નેતા જસવંત સિંહે બાડમેરથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

બીજેપી-ટીડીપીના ગઠબંધનમાં ખટાસ

બીજેપી-ટીડીપીના ગઠબંધનમાં ખટાસ

બીજેપી-ટીડીપીના ગઠબંધનમાં ખટાસ આવતી દેખાઇ રહી છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર બંને પાર્ટીઓ વચ્ચે ટિકિટ વહેંચણીને લઇને એકમત બનતો નથી દેખાઇ રહ્યો જેથી ભાજપ પોતાના દમ પર આંધ્રપ્રદેશમાં ચૂંટણી લડશે. કહેવાય છે કે ભાજપ સીમાંધ્રમાં 6 અને તેલંગાણામાં 9 બેઠકો માંગી કરી હતી પરંતુ ટીડીપી આના માટે તૈયાર નથી.

નકવી પર માનહાનીનો દાવો કરશે શાબિર

નકવી પર માનહાનીનો દાવો કરશે શાબિર

જેડીયૂમાંથી સસ્પેન્ડ કરાયા બાદ શાબિર અલીને ભાજપમાં સામેલ કરાયા હતા પરંતુ પાર્ટીના નેતા મુક્તાર અબ્બાસ નકવીની નારાજગીના પગલે તેમને ભાજપમાં એન્ટ્રી અપાઇ નહીં. તેમજ શાબિર અલીએ એવું પણ જણાવ્યું છે કે તેમને આતંકવાદી ભટકલના સાથી કહેવા બદલ તેઓ મુક્તાર અબ્બાસ નકવી પર માનહાનીનો દાવો કરશે.

...તો અટલના ગઢમાં નહીં ખીલી શકે રાજનાથનું ‘કમળ’

...તો અટલના ગઢમાં નહીં ખીલી શકે રાજનાથનું ‘કમળ’

ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા અટલ બિહારી વાજપાયીની વિરાસતના સહારે સંસદમાં પહોંચવાનો પ્રયત્ન કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ બ્રાહ્મણ અને મુસ્લિમ સમીકરણની ફાંસમાં ફસાઇ ગયા છે. રાજકીય વિશ્લેષકો અને જાણકારોની વાત માનીએ તો હાલના સમીકરણ રાજનાથ વિરુદ્ધ દેખાઇ રહ્યાં છે, કારણ કે બ્રાહ્મણોના મત ભાજપથી દૂર થયા તો રાજનાથનો પરાજય નિશ્ચિત છે.

સોનિયા ગાંધીએ કર્યા પ્રહાર

સોનિયા ગાંધીએ કર્યા પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે અસમના લખીમપુરમાં રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધીત કરતા ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષ નફરતની રાજનીતિ કરે છે. કોંગ્રેસે વિકાસ અને સમાજના દરેક વર્ગના લોકોની પ્રગતિમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વાતો કરવા અને કામ કરવામાં અંતર છે. વિપક્ષ માત્ર વાતો કરવામાં જ વિશ્વાસ રાખે છે.

નરેન્દ્ર મોદીના પ્રહાર

નરેન્દ્ર મોદીના પ્રહાર

નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચૂંટણી રેલીને સંબોધીત કરતા જણાવ્યું કે 'શહજાદે માત્ર ગુજરાતને જ ગાળો આપે છે અને ગુજરાતના વિકાસ પર જ સવાલ ઊઠાવે છે. તેના સિવાય તેમને બીજું કંઇ દેખાતું નથી. દિલ્હી સરકારના દિવસો હવે પૂરા થઇ ગયા છે.'

અખિલેશ યાદવ પર ફેંકાયું ચપ્પલ

અખિલેશ યાદવ પર ફેંકાયું ચપ્પલ

દિલ્હી પાસે આવેલા ગાજિયાબાદમાં સમાજવાદી પાર્ટીની રેલી દરમિયાન એક યુવકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે ચપ્પલ ઉછાળી દીધું. રેલી જિલ્લાના કવિનગર વિસ્તાર સ્થિત રામલીલા ગ્રાઉન્ડમાં થઇ રહી હતી. ચૂંટણી રેલીને સંબોધીત કરવા જેવા અખિલેશ યાદવ મંચ પર પહોંચ્યા અને ભાષણ શરૂ કર્યું ભીડમાંથી એક યુવકે તેમની પર ચપ્પલ ફેંક્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X