Lok Sabha Election 2024: છઠ્ઠા ચરણમાં 39 ટકા ઉમેદવારો કરોડપતિ, સરેરાશ સંપત્તિ 6.21 કરોડ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 25 મેના રોજ પોતાની કિસ્મત આજમાવી રહેલા 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ છે. ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા ચરણમાં કુલ 866 ઉમેદવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 338 કરોડપતિ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ, કુરુક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નવીન જિંદાલ દ્વારા ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં 1,241 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે.
જ્યારે બીજુ જનતા દળ (બીજેડી) ના ઉમેદવાર સરાત મિશ્રાએ 482 કરોડ રૂપિયાની સંપત્તિ અને ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર સુશીલ ગુપ્તા દ્વારા 169 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે.
ભાજપના મોટાભાગના ઉમેદવારો કરોડપતિ છે - મુખ્ય પક્ષોમાં બીજેડીના તમામ છ ઉમેદવારો, આરજેડી અને જેડીયુના ચાર-ચાર અને ભાજપના 51માંથી 48 (94 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.

સમાજવાદી પાર્ટી (SP)ના 12માંથી 11 ઉમેદવારો, કોંગ્રેસના 25માંથી 20 ઉમેદવારોએ, આમ આદમી પાર્ટી (AAP)ના 5માંથી 4 ઉમેદવારો અને તૃણમૂલના 9માંથી 7 ઉમેદવારોએ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
180 સામે ફોજદારી કેસ - 866 ઉમેદવારોમાંથી લગભગ 180 (21 ટકા) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. 866 માંથી 141 (16 ટકા) એ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઓછામાં ઓછા 12 ઉમેદવારોએ એવા કેસો જાહેર કર્યા છે, જેમાં તેઓ દોષિત ઠર્યા છે, અને છ ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યા (IPC કલમ 302) સંબંધિત કેસ જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
