Lok Sabha Election 2024: અયોધ્યા મંદિર બાદ મોદી સરકાર બનાવશે મથુરામાં મંદિર, DyCM બ્રિજેશ પાઠકે કર્યો દાવો
Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક દ્વારા શુક્રવારના રોજ સલેમપુરમાં એક જાહેર સભાને સંબોધવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી પાઠક ભાજપના ઉમેદવાર રવિન્દર કુશવાહાના પ્રચાર માટે આવ્યા હતા.
સલેમપુરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી રવિન્દર કુશવાહાએ વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી, હું દરરોજ વિવિધ સ્થળોએ પ્રચાર કરવા જઈ રહ્યો છું.
નાયબ મુખ્યમંત્રી પાઠકે જણાવ્યું હતું કે, ભાજપને દરેક લોકસભા મતવિસ્તારમાં જનતાનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. આ જોઈને આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે, ફરી એકવાર મોદી સરકાર. ભીડ કહી રહી છે કે, ભાજપ જંગી બહુમતીથી ચૂંટણી જીતી રહી છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતે સામાન્ય ચૂંટણીની લડાઈમાં એક તરફ રામ મંદિર બનાવનારા રામભક્તો વચ્ચે લડાઈ છે, અને બીજી તરફ કાર સેવકો પર ગોળીબાર કરનારા લોકો છે.
તમારે નક્કી કરવાનું રહેશે કે, તમે કોના પક્ષમાં છો. સમાજવાદી પાર્ટીએ કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે અયોધ્યાની ભૂમિ લોહીથી લાલ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, ભાજપ જાતિ અને સંપ્રદાયથી ઉપર ઉઠીને કામ કરે છે.
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને હવે સરકાર બનતાની સાથે જ મથુરામાં મંદિર બનાવવાનો વારો છે. ભગવાન કૃષ્ણ મથુરામાં વાંસળી વગાડતા રાહ જોઈ રહ્યા છે. તમે મોદીજીના હાથ મજબૂત કરો. ટૂંક સમયમાં ભગવાન કૃષ્ણ દરબારના માધ્યમથી સમગ્ર વિશ્વની સામે વાંસળી વગાડતા જોવા મળશે.












Click it and Unblock the Notifications
