Lok Sabha Election 2024: ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, નાગપુરથી ચૂંટણી લડશે ગડકરી
BJP Candiate List for Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ બુધવારના રોજ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. અગાઉ ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
આ વખતે પાર્ટીએ 72 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં 11 રાજ્યોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલને કરનાલથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વાંચો સંપૂર્ણ યાદી :
ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 માર્ચના રોજ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ સામેલ હતા, પરંતુ બીજી યાદીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર જેવા નેતાઓના નામ સામેલ છે.
BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections pic.twitter.com/bpTvxfMkDr
— ANI (@ANI) March 13, 2024












Click it and Unblock the Notifications
