Lok Sabha Elections 2024: કોંગ્રેસે જાહેર કરી 39 ઉમેદવારોની પહેલી યાદી, વાયનાડથી રાહુલ, જુઓ આખી સૂચિ
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. આવા સંજોગોમાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની શતરંજ બિછાવવામાં વ્યસ્ત છે. ભાજપે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. શુક્રવારે કોંગ્રેસે ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજી વખત કેરળના વાયનાડથી ચૂંટણી લડશે, જ્યારે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને રાજ્યના અલપ્પુઝાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વર્તમાન સાંસદ શશિ થરૂર સતત ચોથી વખત કેરળના તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી 2009થી તિરુવનંતપુરમ બેઠક પરથી જીતી રહ્યા છે.

પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને રાજનાંદગાંવ સીટથી અને પૂર્વ મંત્રી તામ્રધ્વજ સાહુને મહાસમુંદથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે, જ્યારે જ્યોત્સના મહંત છત્તીસગઢના કોરબાથી ચૂંટણી લડશે. જ્યારે, તામ્રધ્વજ સાહુ મહાસમુંદ (છત્તીસગઢ), શશિ થરૂર તિરુવનંતપુરમ (કેરળ), હિબી એડન એર્નાકુલમ (કેરળ)થી, ડીકે સુરેશ બેંગલુરુ ગ્રામીણ (કર્ણાટક)થી ચૂંટણી લડશે.
પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય ઉમેદવારો અને 24 એસસી-એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.
તમને જણાવી દઈએ કે ભાજપે ગયા અઠવાડિયે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. બીજેપીની યાદી પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની મેરેથોન મીટિંગના દિવસો બાદ આવી છે. જેમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના વારાણસીથી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગરથી ચૂંટણી લડશે.
Congress releases the first list of 39 candidates for Lok Sabha elections; Rahul Gandhi to contest from Wayanad (Kerala), Bhupesh Baghel from Rajnandgaon (Chhattisgarh),Tamradhwaj Sahu from Mahasamund (Chhattisgarh), Shashi Tharoor from Thiruvanathapuram (Kerala), Hibi Eden from… pic.twitter.com/xyo6SIID0Z
— ANI (@ANI) March 8, 2024
#LokSabhaElections : कांग्रेस के 39 उम्मीदवारों की पहली सूची जारी#congress #कांग्रेस pic.twitter.com/gFPEDtSxLa
— Divyansh Rastogi (@DivyanshRJ) March 8, 2024












Click it and Unblock the Notifications
