Lok Sabha Election 2024 : નરેન્દ્ર મોદીના નફરતી ભાષણ મુદ્દે કોંગ્રેસની ઈલેક્શન કમિશનમાં ફરિયાદ, જાણો શું કહ્યુ

જેમ જેમ લોકસભા ચૂંટણી આવી રહી છે તેમ તેમ નરેન્દ્ર મોદી વધારે ઝેરી નિવેદનો આપી રહ્યા છે. હાલમાં જે તેમણે મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓક્યા બાદ કોંગ્રેસ ઈલેક્શન કમિશન પહોંચી છે.

કોંગ્રેસે મુસ્લિમો વિરુદ્ધ નરેન્દ્ર મોદીની ઘૂસણખોરોની ટિપ્પણી સામે ભારતીય ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ફરિયાદ વિચારણા હેઠળ છે.

eci

કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું અને વડાપ્રધાન વિરુદ્ધ ફરિયાદ કરી. આમાં તેમની સંપત્તિ પુનઃવિતરણના ભાષણ બદલ તેમની સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી હતી. કોંગ્રેસે દાવો કર્યો કે વડાપ્રધાન જૂઠું બોલીને હિંદુ-મુસ્લિમ વચ્ચે વિભાજન કરી રહ્યા છે.

પાર્ટીએ આરોપ લગાવ્યો કે, રાજસ્થાન ચૂંટણી રેલીમાં પીએમ મોદીની સંપત્તિના પુનઃવિતરણની ટિપ્પણી વિભાજનકારી અને દૂષિત હતી. વડાપ્રધાન મતદારોને કોંગ્રેસને મત આપવાથી વિમુખ કરવા માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ મુસ્લિમ અને કોંગ્રેસ વિરૂદ્ધ ઝેરી ભાષણ આપતા 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, કોંગ્રેસના ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે તેઓ માતાઓ અને બહેનોના સોનાની ગણતરી કરશે, તેની માહિતી લેશે અને પછી તે મિલકતની વહેંચણી કરશે. તેઓ તેમને વહેંચશે જેમને મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.

આગળ પીએમ મોદીએ કહ્યું કે, તેમની (કોંગ્રેસ) સરકાર સત્તામાં હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મતલબ કે આ મિલકત કોને વહેંચવામાં આવશે? જેની પાસે વધુ બાળકો છે તેઓમાં તેનું વિતરણ કરવામાં આવશે. તેને ઘૂસણખોરોમાં વહેંચવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X