એવું તો શું કર્યું ભાજપના જેપી નડ્ડા, અમિત માલવીયાએ કે કોંગ્રેસે ફરિયાદ કરવી પડી!
કોંગ્રેસ પાર્ટીએ ભાજપના મોવડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવીયા, કર્ણાટક ભાજપ અધ્યક્ષ બીવાઇ વિજયેન્દ્ર વિરુદ્ધ નોંધાવાઈ છે.

પોતાની ફરિયાદમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કથિત રીતે અનુસૂચિત જાતિ અને જનતિના સભ્યોને એક ખાસ ઉમેદવારને વોટ ના આપવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે.
આ વીડિયોનો ઉદ્દેશ્ય લોકો વચ્ચે શત્રુતાનો ભાવ વધારવા, એસસી, એસટી સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનો છે. આ વીડિયો આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એવા ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જાણે તેઓ એક ધર્મ વિશેષનું સમર્થન કરતા હોય અને એસસી, એસટી સમુદાયનું શોષણ કરતા હોય.
જણાવી દઈએ કે કર્ણાટક ભાજપના સત્તાવાર એક્સ ચેનલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ ઈલસ્ટ્રેશન વીડિયો છે, જેમાં રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાને એનીમેટેડ કેરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ચકલીના માળામાં એસસી, એસટી અને ઓબીસી નામનું ઈંડુ રાખ્યું છે. પરંતુ રાહુલ ગાંધી તેમાં મુસ્લિમ નામનું ઈંડું રાખી દે છે. મુસ્લિમ નામના ઈંડામાંથી જ્યારે બચ્ચું નીકળે છે ત્યારે તે બાકીના ત્રણ ઈંડાના બચ્ચાંથી ઘણું મોટું જણાય છે. પછી તે એકલું જ બધું ફંડ ખાય જાય છે અને બાકીના બચ્ચાંને માળાની બહાર ફેંકી દે છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં મુસ્લિમ આરક્ષણને લઈ ભાજપ સતત પ્રહારો કરી રહી છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે મુસ્લિમને ઓબીસી વર્ગમાં સામેલ કરી બીજા વર્ગના આરક્ષણને છીનવ્યું છે, સંવૈધાનિક રીતે આ ખોટું છે. જો ભાજપની સરકાર આવે છે તો તેઓ આ સિસ્ટમ ખતમ કરી દેશે.
જુઓ વીડિયો
ಎಚ್ಚರ.. ಎಚ್ಚರ.. ಎಚ್ಚರ..! pic.twitter.com/Pr75QHf4lI
— BJP Karnataka (@BJP4Karnataka) May 4, 2024












Click it and Unblock the Notifications
