Lok Sabha Election 2024: સંજય નિરૂપમની કોંગ્રેસે કરી હાંકલપટ્ટી? મહારાષ્ટ્રના પૂર્વ CMએ જણાવ્યું કારણ
Lok Sabha Election 2024: સંજય નિરૂપમની કોંગ્રેસ દ્વારા હાંકલ પટ્ટી કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. સંજય નિરૂપમે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, તેઓએ સસ્પેન્સન પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. જે બાદ આ અંગે પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પૃથ્વીરાજ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પૃથ્વીરાજ ચૌહાણે સંજય નિરૂપમની હકાલપટ્ટી અને તેમની મનપસંદ સીટ શિવસેના (UBT)ને આપવાનું કારણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીના પરિણામોને કારણે કોંગ્રેસને મુંબઈમાં ઘણી બેઠકો મળી ન હતી. કોંગ્રેસને સંજય નિરૂપમ જોઈતી સીટ ન મળી અને તેના કારણે નારાજ હતા.
પૂર્વ સીએમએ જણાવ્યું હતું કે, સીટ ન મળવાના કારણે સંજય નિરૂપમ નારાજ છે, અને આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. મામલો વધી જતાં કોંગ્રેસે શિસ્તભંગના પગલાં લેવા પડ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, સંજયે ચોક્કસપણે પોતાના માટે કોઈ વિકલ્પ શોધી લીધો છે, તેથી જ તેઓ સતત કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, અને ગઠબંધનમાં અવરોધો ઉભા કરી રહ્યા છે.
સંજય નિરૂપમે ગઈ કાલે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પાર્ટી પર અનેક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે દિશાવિહીન બની ગઈ છે અને સાચા-ખોટાનું ભાન નથી કરી શકતી.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં માત્ર 5 લોકો ચાલી રહ્યા છે, જેમાં ગાંધી પરિવારના ત્રણ, રાહુલ, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જૂન ખડગે અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
