Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશનને છ રાજ્યોના ગૃહ સચિવ હટાવ્યા, જાણો કેમ?
લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેક્શન કમિશને મોટી કાર્યવાહી કરી છે. ઈલેક્શન કમિશને એક સાથે છ રાજ્યોના ગૃહ સચિવોને પદ પરથી હટાવી દીધા છે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા યુપી-બિહાર સહિત છ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ જાળવવાની દિશામાં પંચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

સમાચાર એજન્સી અનુસાર, જે રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકને હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરી છે.
પંચે તમામ રાજ્ય સરકારોને ચૂંટણી સંબંધિત કામ સાથે જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે જેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા છે અથવા હાલમાં તેમના ગૃહ જિલ્લામાં પોસ્ટેડ છે.
જો કે, મહારાષ્ટ્રમાં કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને વધારાના/ડેપ્યુટી કમિશનરો મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક અંગે ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કર્યું નથી. ચૂંટણી પંચે આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.
કમિશને BMC અને એડિશનલ/ડેપ્યુટી કમિશનરોને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત તેમની બદલી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
