Lok Sabha Election 2024 : આ સીટો જીતે તેની કેન્દ્રમાં સરકાર બને, જાણો ભારતની Bellwether સીટો વિશે
Lok Sabha Election Bellwether Seats : ભારતમાં 1 જૂને સાતમા તબક્કાના મતદાન સાથે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. હવે તમામ લોકોની 4 જૂનના પરિણામ પર છે.
આ દરમિયાન દેશની કેટલીક બેલવેધર બેઠકો ચર્ચાનો વિષય બની રહી છે. જણાવી દઈએ કે બેલવેધર સીટો એ સીટો છે જેના પર જે પાર્ટી જીતે છે તેની સરકાર કેન્દ્રમાં બને છે.

જમ્મુ લોકસભા સીટ
જો આ સીટની વાત કરીએ તો 1998, 1999, 2014 અને 2019માં બીજેપીએ અહીં જીત મેળવી હતી. આ દરમિયાન કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. આ સિવાય 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં પણ આ સીટ કોંગ્રેસ પાસે હતી. બંને વખત કોંગ્રેસે કેન્દ્રમાં સત્તા સંભાળી હતી.
જમ્મુ-કાશ્મીરની ઉધમપુર લોકસભા સીટ
જો આ સીટની વાત કરીએ તો 1984, 1989, 2004 અને 2009માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને બહુમતી મળી હતી અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર બની હતી. જ્યારે 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે અહીં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને કેન્દ્રમાં પણ ભાજપ સત્તા પર આવી.
ઝારખંડની રાંચી લોકસભા સીટ
રાંચી સીટની ગણતરી પણ બેલવેધર સીટોમાં થાય છે. 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અહીં જીતી હતી. આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં ભાજપની સરકાર બની. જ્યારે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાંચીમાંથી જીત મેળવી હતી અને કેન્દ્રમાં સત્તા પણ કોંગ્રેસના હાથમાં આવી ગઈ.
હરિયાણાની અંબાલા લોકસભા સીટ
અંબાલા સીટની વાત કરીએ તો 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ અહીં જીત મેળવી હતી. આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં સત્તા પણ ભાજપ પાસે ગઈ. જ્યારે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠકો જીતી. આ વર્ષે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની.
હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટ
કોંગ્રેસ ફરીદાબાદમાં 1980, 1984, 1989, 1991, 2004 અને 2009માં જીતી હતી અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર બની હતી. જ્યારે 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક જીતી હતી અને કેન્દ્રમાં પણ ભાજપે સત્તા મેળવી હતી.












Click it and Unblock the Notifications
