માધુરી દીક્ષિત લડી શકે છે લોકસભા ચૂંટણી, મુંબઈની આ સીટથી હશે ઉમેદવાર!
Lok Sabha Election 2024 Madhuri Dixit: બૉલિવુડની ધક ધક ગર્લ અને અભિનેત્રી માધુરી દીક્ષિત રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. રિપોર્ટ અનુસાર માધુરી દીક્ષિત લોકસભા ચૂંટણી લડી શકે છે. માધુરી દીક્ષિત ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે તેવી અપેક્ષા છે.
માનવામાં આવી રહ્યું છે કે માધુરી દીક્ષિત ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે. હાલમાં જ તે મહારાષ્ટ્ર ભાજપના ઘણા નેતાઓ સાથે જોવા મળી હતી.

ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, અભિનેત્રી માધુરી દીક્ષિત આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કરીને પોતાનું નસીબ અજમાવશે. કહેવામાં આવી રહ્યું છે કે માધુરી દીક્ષિત ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓના સંપર્કમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ મેચમાં જ્યારથી માધુરી દીક્ષિત મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવાર, એનસીપી નેતા પ્રફુલ પટેલ અને બીજેપી નેતા આશિષ શેલાર સાથે જોવા મળી હતી ત્યારથી માધુરી દીક્ષિતની રાજકારણમાં એન્ટ્રી અંગે અટકળો ચાલી રહી છે.
હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે જો માધુરી દીક્ષિત ચૂંટણી લડશે તો તે ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. હાલમાં શિવસેનાના નેતાઓ આ બેઠક પરથી સાંસદ છે. અગાઉ માધુરી દીક્ષિત પુણેથી ચૂંટણી લડશે તેવી અટકળો પણ ચાલી રહી હતી. જો કે, માધુરી દીક્ષિત અથવા કોઈપણ પક્ષ દ્વારા હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
