Lok Sabha Election 2024 : નીતિશ કુમારનું બીજેપી સાથે ગઠબંધન INDIA એલાયન્સની રણનીતિ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
મોકો જોઈને પલ્ટી મારતા પલ્ટુ રામ નીતિશ કુમાર ફરી એક વખત પલ્ટી મારી શકે છે. હાલમાં જ તેજસ્વી યાદવે આ મુદ્દે સંકેત આપ્યા છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે સંકેત આપ્યો છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર લોકસભા ચૂંટણીના પરિણામો એટલે કે 4 જૂનના રોજ મોટો નિર્ણય લેશે. સીએમ નીતિશ કુમાર હાલમાં એનડીએમાં છે.

પત્રકારો સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, પછાત લોકોની રાજનીતિ અને પાર્ટીને બચાવવા માટે અમારા કાકા 4 જૂન પછી મોટો નિર્ણય લેશે. તેજસ્વીએ સંકેત આપ્યા છે કે નીતિશ કુમાર 4 જૂન પછી ઈન્ડિયા બ્લોકમાં પાછા ફરી શકે છે.
તેજસ્વી યાદવને પુછવામાં આવ્યુ કે નીતિશ ફરીથી આરજેડી સાથે હાથ મિલાવશે? તો તેજસ્વીએ કહ્યું કે, જ્યારે તે કોઈ મોટો નિર્ણય લેશે, ત્યારે તમે જોશો.
જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં નીતીશ કુમાર બિહારમાં આરજેડી અને ઈન્ડિયા બ્લોક સાથે સંબંધો તોડીને એનડીએમાં પાછા ફર્યા હતા. તે સમયે નીતિશે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન કરવાની પહેલ કરી હતી અને વિપક્ષી નેતાઓની પ્રથમ બેઠક પટનામાં થઈ હતી. કોંગ્રેસ દ્વારા સીટ વહેંચણીમાં વિલંબને કારણે તેમણે ગઠબંધન છોડી દીધુ હતું.
નીતીશ કુમારની પાર્ટી જેડીયુ એનડીએ સાથે મળીને 16 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે ભાજપ બિહારની 40 લોકસભા સીટોમાંથી 17 સીટો પર ચૂંટણી લડી રહી છે.
આરજેડી ઈન્ડિયા બ્લોકનો ભાગ છે તે 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.












Click it and Unblock the Notifications
