Lok Sabha Election 2024: ફિલ્મ બન્યા પહેલા મહાત્મા ગાંધીને કોઇ એળખતું પણ ન હતું - PM મોદી
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન મહાત્મા ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનાથી વિવાદ વકર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રિચર્ડ એટનબરોની ફિલ્મ પહેલા વિશ્વ મહાત્મા ગાંધીને જાણતું ન હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર આકરા શબ્દોમાં વળતો પ્રહાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીને જાણવા માટે વડાપ્રધાન મોદીએ માત્ર ફિલ્મ જોવાની જરૂર છે.
એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીને કોઈ જાણતું ન હતું, જ્યારે પહેલીવાર ફિલ્મ બની ત્યારે દુનિયામાં તેમના વિશે ઉત્સુકતા વધી ગઈ હતી. મહાત્મા ગાંધી આ દુનિયાના મહાન આત્મા હતા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, શું આ 75 વર્ષમાં મહાત્મા ગાંધી વિશે દુનિયાને જણાવવાની જવાબદારી આપણી ન હતી? તેમના વિશે કોઈ જાણતું ન હતું. મને માફ કરજો, પરંતુ મહાત્મા ગાંધી વિશે લોકોની ઉત્સુકતા પહેલીવાર ત્યારે વધી જ્યારે તેમના પર ગાંધી ફિલ્મ બની. અમે આ કર્યું નથી.

જ્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર કટાક્ષ કર્યો અને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી વિશે જાણવા માટે સમગ્ર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીએ જ ફિલ્મ જોવી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ મહાત્મા ગાંધી પહેલા કિંગ માર્ટિન લ્યુથર અને નેલ્સન મંડેલા વિશે જાણે છે. જો દુનિયા કિંગ માર્ટિન લ્યુથર અને નેલ્સન મંડેલાને જાણતી હોય તો મહાત્મા ગાંધી તેમનાથી ઓછા ન હતા, તમારે આ સ્વીકારવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દુનિયા ફર્યા પછી હું તમને આ કહી રહ્યો છું. એટલાન્ટામાં શહીદ લ્યુથર કિંગ જુનિયર મેમોરિયલ છે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ છે.












Click it and Unblock the Notifications
