Lok Sabha Election 2024 : હવે પ્લાન B ના ભરોષે હારી રહેલી બીજેપી? જાણો શું છે બહુમત માટેનો બીજેપીનો પ્લાન B?

લોકસભા ચૂંટણીમાં ધીરે ધીરે બીજેપીની જમીન ખસી કરી છે. જે રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જૂઠાણાઓનો સહારો લઈ રહ્યા ત્યાર બાદ આ ધારણા વધુ મજબુત થઈ રહી છે.

આ ધારણાઓ વચ્ચે ચર્ચા છે કે બીજેપી ખુદ માને છે કે આ વખતે બહુમત મળી શકે તેમ નથી. આ જ કારણ છે કે હવે મીડિયામાં પ્લાન બી વિશે ચર્ચા થઈ રહી છે.

Lok Sabha Election 2024

અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જ્યારે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે. બીજેપી બહુમતનો આંકડો પાર ન કરી શકે તેવી સંભાવના અંગે મીડિયાના પ્રશ્નનો આ જવાબ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બીજેપીને પ્લાન બીની જરૂર નથી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે શું બીજેપી બહુમતના આંકડા સુધી ન પહોંચે તો તેની પાસે કોઈ પ્લાન B છે? અમિત શાહે સ્મિત સાથે જવાબ આપ્યો કે પ્લાન B ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન A સફળ થવામાં 60% થી ઓછી તક હોય. મને ખાતરી છે કે પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે.

અમિત શાહે વધુમાં કહ્યું કે મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. PM મોદીની સાથે 60 કરોડ લાભાર્થીઓની ફોજ ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેને આ બધા લાભો મળ્યા છે તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી શું છે અને શા માટે 400 આપવી જોઈએ.

અમિત શાહે કહ્યું કે, પીએમ મોદી SC, ST અને OBC અનામતના સૌથી મોટા સમર્થક છે. કોંગ્રેસ ઉત્તર-દક્ષિણ વિભાજન બનાવવાનો પ્રયાસ કરી રહી હોવાના ભાજપના આરોપ અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું કે ભાજપ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.

અમિત શાહે એમ પણ કહ્યું કે, જો કોઈ કહે કે આ એક અલગ દેશ છે તો તે ખૂબ જ વાંધાજનક છે. આ દેશ હવે ક્યારેય વિભાજિત થઈ શકે નહીં. કોંગ્રેસ પાર્ટીના એક અગ્રણી નેતાએ ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજિત કરવાની વાત કરી હતી અને કોંગ્રેસ પાર્ટી આ વાતનો ઈન્કાર પણ કરતી નથી. દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીના એજન્ડા વિશે વિચારવું જોઈએ. ભાજપ પાંચ રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X