lok sabha Election 2024: આ છે દેશના સૌથી અમિર સાંસદ, સૌથી વધુ આંધ્રના ચાર, જાણો યાદી
Richest candidate in lok sabha Election 2024: સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચુક્યું છે, આ સાથે જ તમામ પાર્ટીએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં ઘણા ખુલાસા થયા છે.
ADRના રિપોર્ટ અનુસાર, દેશના 10 સૌથી ધનિક સાંસદોની યાદીમાં આંધ્ર પ્રદેશના ચાર સાંસદોના નામ સામેલ છે. આંધ્રપ્રદેશ દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં ચાર સાંસદો ટોપ 10 ધનિક સાંસદોની યાદીમાં સામેલ છે.
સૌથી અમીર છે નરસાપુરના સાંસદ - આંધ્રપ્રદેશના નરસાપુરમના સાંસદ રઘુ રામ કૃષ્ણમ રાજુ દેશના ત્રીજા સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 325 કરોડ રૂપિયા છે. આંધ્રપ્રદેશના ગુંટુરના સાંસદ ગલ્લા જયદેવ ચોથા સ્થાને છે. તેમની સંપત્તિ 305 કરોડ રૂપિયા છે.

આ સાથે નેલ્લોરના સાંસદ અદાલા પ્રભાકર રેડ્ડી 221 કરોડની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે. વિઝાગ સાંસદ MVV સત્યનારાયણ 203 કરોડની સંપત્તિ સાથે 10મા સૌથી ધનિક સાંસદ છે.
સૌથી વધુ ગુનાહિત કેસમાં કેરળ આગળ - જો આપણે સાંસદો સામેના અપરાધિક કેસોની વાત કરીએ તો ટકાવારીની દ્રષ્ટિએ કેરળમાં દેશમાં સૌથી વધુ ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા સાંસદો છે. આ આંકડો 85 ટકા છે. તમામ ફોજદારી કેસો અને ગંભીર ગુનાઓના સંદર્ભમાં લક્ષદ્વીપ ટોચ પર છે. આ બધાની વચ્ચે આંધ્રપ્રદેશના 11 સાંસદો અપરાધિક મામલામાં આરોપી છે.
સાંસદો કેટલા શિક્ષિત છે? - ADR વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 514 વર્તમાન સાંસદોમાંથી 225 (44 ટકા)એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. આ સિવાય 149 (29 ટકા) પર હત્યા, હત્યાનો પ્રયાસ, સાંપ્રદાયિક વિસંગતતા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધો જેવા ગંભીર ગુનાહિત કેસનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, દેશના 514 સાંસદોમાંથી 122 (24 ટકા) સાંસદો 5 થી 12 પાસ છે. જ્યારે 375 (73 ટકા) સાંસદો સ્નાતક અને તેનાથી વધુ છે. તેમણે પોતે આ જાહેરાત કરી છે.
સાંસદો સામે ફોજદારી કેસ
| રાજ્ય | ફોજદારી કેસ | ગંભીર ગુનાના કેસ |
| બિહાર | 78 | 55 |
| હિમાચલ પ્રદેશ | 75 | 50 |
| પશ્ચિમ બંગાળ | 58 | 40 |
| મહારાષ્ટ્ર | 54 | 28 |
| ઉત્તર પ્રદેશ | 54 | 43 |












Click it and Unblock the Notifications
