Lok Sabha Election 2024 : છેલ્લા ચરણના મતદાન પહેલા મુંબઈ સટ્ટા બજારમાં ઉથલપાથલ? જાણો INDIA એલાયન્સને કેટલી સીટ
લોકસભા ચૂંટણીના છેલ્લા ચરણના મતદાન પહેલા સટ્ટા બજારમાં મોટી ઉથલપાથળ જોવા મળી રહી છે. મુંબઈ સટ્ટા બજારે પણ છેલ્લા ચરણના મતદાન પહેલા મોટુ અપડેટ આપ્યુ છે.
લોકસભા ચૂંટણી 2024ના મતદાનનો છેલ્લો તબક્કો 1લી જૂને છે અને આ તબક્કાની સાથે જ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ જશે અને ત્યાર બાદ સમગ્ર દેશની નજર 4 જૂન પર રહેશે.

દેશના આગામી પીએમ કોણ હશે તે 4 જૂને જાણી શકાશે. ભાજપને વિશ્વાસ છે કે પીએમ મોદી જીતની હેટ્રિક પૂરી કરશે, જ્યારે વિપક્ષને વિશ્વાસ છે કે દેશની જનતા સંપૂર્ણપણે તેમની સાથે છે.
ભાજપે સમગ્ર ચૂંટણી વિકાસના આધારે લડી છે, જ્યારે વિપક્ષે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું છે કે લોકશાહી બચાવવી હોય તો મોદીને હટાવો. હવે ચૂંટણી પરિણામો જ કહેશે કે લોકોના દિલ અને દિમાગ પર કોનો પ્રભાવ છે.
જો કે પરિણામ પહેલા સટ્ટાબજારમાં પણ સીટોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે, દેશના લોકપ્રિય સટ્ટા બજાર ફલોદીએ દેશમાં ભાજપની સરકાર બનતી દેખાડી છે તો હવે મુંબઈના એક મોટા સટ્ટા બજારે પણ મોટી આગાહી કરી છે.
આ સટ્ટાબજાર કહે છે કે દેશમાં ભાજપની સરકાર બને તો પણ તેનું 400 પાર કરવાનું સપનું પૂરું થવાનું નથી, તે 295-305ની વચ્ચે જ મર્યાદિત રહેશે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કેટલીક બેઠકો ઘટી શકે છે. ચુરુ, ઝુંઝુનુ અને બાડમેરમાં પણ ભાજપને ઝટકો લાગી શકે છે અને તે કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે.
જો કે આમ છતાં ભાજપ આરામથી બહુમતીનો આંકડો સ્પર્શશે. એકંદરે, ફલોદીની જેમ મુંબઈનું સટ્ટા બજાર પણ એનડીએને પાછું લાવી રહ્યું છે.
જણાવી દઈએ કે, 19 એપ્રિલથી શરૂ થયેલ મતદાનનો રાઉન્ડ 1 જૂને સમાપ્ત થશે. આ વખતે ચૂંટણી પંચે સાત તબક્કામાં મતદાન થયુ છે. આ મેરેથોન જેવી કામગીરી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજા તબક્કાની ચૂંટણી 26મી એપ્રિલે, ત્રીજા તબક્કાની ચૂંટણી 7મી મેના રોજ, ચોથા તબક્કાની ચૂંટણી 13મીએ, ચૂંટણીનો પાંચમો તબક્કો 20મીએ, છઠ્ઠા તબક્કાની ચૂંટણી 25મીએ અને શનિવારે સાતમા તબક્કાનું મતદાન થવાનું છે.












Click it and Unblock the Notifications
