Lok Sabha Election 2024 : કોણ છે શ્યામ રંગીલા? જે નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે?
લોકસભા ચૂંટણીમાં વારાણસીમાં રોમાંચક જંગ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા સીટ પર કોમેડિયન શ્યામ રંગીલાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
શ્યામ રંગીલાએ જાહેરાત કરી છે કે તેઓ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ભાજપના ઉમેદવાર છે.

શ્યામ રંગીલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી 2024 લડવાની જાહેરાત કરી છે. 25 એપ્રિલે જનતાને પૂછ્યુ હતું કે શું તેણે વારાણસી જઈને ચૂંટણી લડવી જોઈએ કે નહીં?
હવે 1 મેના રોજ સાંજે શ્યામ રંગીલાએ લખ્યું કે, વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ તમારા બધા તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું ઉત્સાહિત છું, હું ટૂંક સમયમાં પહોંચવા સંબંધિત એક વીડિયો દ્વારા તમારા બધા સાથે મારા મંતવ્યો શેર કરીશ.
લોકસભા ચૂંટણી 2024માં વારાણસી સીટ પરથી પીએમ મોદીને સીધો પડકાર આપી રહેલા શ્યામ રંગીલા ઉર્ફે શ્યામ સુંદરનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પીલીબંગા તહસીલના માનકથેરી ગામમાં થયો છે.
શ્યામ રંગીલાના પિતા જવાહર લાલ ખેડૂત છે. વર્ષ 2013માં તેમના પરિવારે તેમનું વતન ગામ માનકથેરી છોડી દીધું અને ત્યાંથી તેઓ પડોશી જિલ્લા શ્રીગંગાનગરના રાયસિંહનગરના મોકામાવાલા ગામમાં આવ્યા. હાલમાં શ્યામ રંગીલા મોકમવાલામાં પરિવાર સાથે રહે છે.
શ્યામ રંગીલાનું પ્રારંભિક શિક્ષણ ગામ માનકથેરીથી થયું. આઠમા ધોરણ સુધી અહીં ભણ્યા બાદ 12મા સુધીનો અભ્યાસ સુરતગઢમાં કર્યો અને 2012 થી 2015 દરમિયાન જયપુરમાં એનિમેશન કોર્સ કર્યો.
શ્યામ રંગીલાનું બાળપણથી એક કોમેડિયન બનવાનું સપનું હતું. તે શાળા-કોલેજના દિવસોથી જ કોમેડી કરતો હતો, પરંતુ શ્યામ રંગીલાને દેશભરમાં હાસ્ય કલાકાર તરીકે ઓળખ મળી જ્યારે રંગીલાએ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નકલ કરીને દર્શકોના દિલ જીતી લીધા. જજ અક્ષય કુમારે પણ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં યુપીના વારાણસીમાં 7 મેથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. બીજેપીના રાષ્ટ્રીય મંત્રી સુનીલ બંસલના જણાવ્યા અનુસાર, PM નરેન્દ્ર મોદી 10 મે પછી કોઈપણ દિવસે નોમિનેશન ફાઈલ કરી શકે છે. શ્યામ રંગીલાએ હજુ સુધી નોમિનેશનની તારીખ જાહેર કરી નથી.












Click it and Unblock the Notifications
