lok sabha election 2024: ભાજપની બીજી યાદીમાં કેમ વિલંબ? આ દિવસે યોજાશે CECની બેઠક
lok sabha election 2024: આગામી લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ તડામાર તૈયારી કરી રહી છે. જેમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે ભાજપના નેતાઓ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. હવે થોડા દિવસોમાં ભાજપ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

CECની બેઠક 10 માર્ચે યોજાશે - આવા સમયે બાકીના ઉમેદવારોના નામ પર વિચારણા કરવા અને મંજૂર કરવા માટે આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની હતી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસામ મુલાકાતને કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે આ બેઠક 10 માર્ચે યોજાશે. આ બેઠકમાં લોકસભાની બેઠકો માટેના બાકી રહેલા ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.
આસામના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ જોરહાટમાં શિલાન્યાસ કરશે અને 18 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સમયગાળા દરમિયાન, વડાપ્રધાન મોદી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે, અને પાર્કની અંદર સફારીનો આનંદ માણશે.
કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરશે - આવા સમયે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આસામની બે દિવસની મુલાકાત દરમિયાન લગભગ 18,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પ્રથમ વખત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના વિશ્વ ધરોહર સ્થળ છે, અને ત્યાં સફારીનો આનંદ પણ માણશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે 2 માર્ચે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. યાદી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનઉથી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી ચૂંટણી લડશે.












Click it and Unblock the Notifications
