Lok Sabha Election : મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીને કેટલી સીટો? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં જોરદાર લડાઈ જોવા મળવાની છે. એક તરફ શિવસેના અને શરદ પવારની એનસીપી છે તો બીજી તરફ બીજેપી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જેણે 20 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. હાલ મામલો અજિત પવાર જૂથની એનસીપી અને શિંદે જૂથની શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી પર અટવાયેલો છે.

maharastra

વિપક્ષી પાર્ટીઓમાં પણ કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે કોઈ સહમતિ નથી. આ દરમિયાન સી-વોટરે એપીબી ન્યૂઝ માટે એક સર્વે કર્યો છે.

એબીપી ન્યૂઝ સી-વોટર સર્વેએ ચોંકાવ્યા છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. સર્વે અનુસાર NDAને 43 ટકા વોટ શેર મળી શકે છે. આ પછી ઈન્ડિયા ગઠબંધન 42 ટકા વોટ શેર સાથે બીજા સ્થાને છે. બાકીના 15 ટકા વોટ શેર અન્યના ખાતામાં જઈ શકે છે.

સીટોની વાત કરીએ તો એનડીએને થોડી લીડ મળતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી એનડીએને 28 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 20 બેઠકો મળવાની ધારણા છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે ચૂંટણીમાં શાસક ગઠબંધન અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે. શિવસેના અને એનસીપીનું વિભાજન થયા બાદ તેમની વચ્ચેની લડાઈ આસાન નથી. હવે ચૂંટણી બાદ મત ગણતરી થશે ત્યારે કોણ કેટલી બેઠકો કબજે કરી શકે છે તે સ્પષ્ટ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X