Lok Sabha Election : આ ત્રણ રાજ્યોમાં બીજેપીને એકલા લોકસભા ચૂંટણી લડશે
એક તરફ વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈને બીજેપીને ટક્કર આપવાની કોશિશ કરી રહી છે ત્યારે બીજી તરફ બીજેપી કેટલાક રાજ્યોમાં એકલા ચૂંટણી લડવા જઈ રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, બીજેપી કેટલાક રાજ્યોમાં ગઠબંધન માટે સાથીની શોધખોળ કરી રહી છે. જો કે પાર્ટી હાઈકમાન્ડે મન બદલીને નિર્ણય કર્યો છે કે પાર્ટી પંજાબ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પોતાના દમ પર ચૂંટણી લડશે.

સૂત્રો અનુસાર, બીજેપી પંજાબમાં તેના જૂના સાથી અકાલી દળ સાથે ચૂંટણીમાં ઉતરવા માંગતી હતી. જો કે વાત આગળ ન વધતા ક્યારેક એનડીએનો ભાગ રહેલા અકાલી દળે ખેડૂતોને લગતા વિવાદાસ્પદ કાયદાના કારણે ગઠબંધન તોડી નાખ્યું છે. જણાવી દઈએ કે, બાદલ પરિવારની મહિલા નેતા હરસિમરત કૌર બાદલ કેન્દ્રમાં મત્રી પણ હતા.
બીજી તરફ હાલમાં બીજેપીની કર્ણાટકમાં ભુંડી હાર થઈ છે. પાર્ટી અહીં જેડીએસ સાથે મળીને ચૂંટણી લડવાની યોજના બનાવી રહી હતી પરંતુ હવે સુત્રોનું માનીએ તો બીજેપી એકલા હાથે જ લોકસભા લડવા જઈ રહી છે.
આંધ્રપ્રદેશમાં બીજેપી અને તેલુગુ દેશમ પાર્ટી વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી હતી. ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહને મળ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે પાર્ટીએ TDP સાથે ગઠબંધનની યોજનાને પડતી મુકી છે.
આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર જેવા ઘણા રાજ્યોમાં બીજેપી પહેલેથી જ સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનમાં છે અને ત્યાં કોઈ ફેરફાર નહીં કરે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બીજેપી હાઈકમાન્ડે હાલમાં જ ચાર મહત્વના રાજ્યોના પ્રદેશ પ્રમુખોની બદલી કરી છે. આ અંતર્ગત પાર્ટીએ આંધ્ર પ્રદેશની જવાબદારી ડી પુરંદેશ્વરીને, ઝારખંડની બાબુલાલ મરાંડીને, સુનીલ જાખરને પંજાબની અને જી કિશન રેડ્ડીને તેલંગાણાની જવાબદારી સોંપી છે.












Click it and Unblock the Notifications
