Lok Sabha Election : ત્રિપુરામાં રેકોર્ડ બ્રેક મતદાન, જાણો તમામ રાજ્યના સત્તાવાર આંકડા
લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયુ છે. પહેલા ચરણન મતદાનમાં ત્રિપુરામાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયુ છે.

ભારતના ચૂંટણી પંચે મોડી રાત્રે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ રાત્રે 9 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 80.17 ટકા અને બિહારમાં સૌથી ઓછું 48.50 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પશ્ચિમ બંગાળ ત્રીજા સ્થાને રહ્યું, જ્યાં 77.57 ટકા મતદાન થયું.
ક્યાં રાજ્યોમાં કેટલુ મતદાન?
આંદામાન નિકોબાર (56.87%), અરુણાચલ પ્રદેશ (67.15%), આસામ (72.10%), બિહાર (48.50%), છત્તીસગઢ (63.41%), જમ્મુ અને કાશ્મીર (65.08%), લક્ષદ્વીપ (59.02%), મધ્ય પ્રદેશ (64.77%) %), મહારાષ્ટ્ર (55.35%), મણિપુર (69.13%), મેઘાલય (74.21%), મિઝોરમ (54.23%), નાગાલેન્ડ (56.91%), પુડુચેરી (73.50%), રાજસ્થાન (56.58%), સિક્કિમ (69.47%) %), તમિલનાડુ (65.19%), ઉત્તર પ્રદેશ (58.49%), ઉત્તરાખંડ (54.06%) અને પશ્ચિમ બંગાળ (77.57%) માં મતદાન નોંધાયુ છે.












Click it and Unblock the Notifications
